<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

ચુંટણી મહત્‍વની નથીઃ પરંતુ બેન્‍કનું અસ્‍તિત્‍વ અગત્‍યનું છેઃ વિબોધ દોશી

બેન્‍કના વ્‍હિસલ બ્‍લોઅર પૂર્વ રિક્‍વરી મેનેજરનો સંયુક્‍ત પત્રકાર પરિષદ કરવા બેન્‍કને ખુલ્લો પડકાર

રાજકોટ તા.૭ :.. નાગરિક બેન્‍કના મોભીશ્રી જ્‍યોતિન્‍દ્રમામા તેમજ કાર્યકારી ચેરમેનશ્રી જીમ્‍મીભાઈ દક્ષિણીએ ગઈ કાલે તા.૫ ના મિડીયા સમક્ષ કરેલી વાર્તાઓ સદંતર જુઠ્ઠી છે, આધાર-પૂરાવા વગરની છે તેમજ બેંકના દસ લાખથી વધુ નાના માણસોને મૂર્ખ બનાવનારી છે. બેન્‍કના હેડ ઓફીસના રિકવરી વિભાગમાં સ્‍લિપેજ મેનેજર તરીકે બેંકની તમામ ૩૭ બ્રાન્‍ચના હેડ રહી ચૂકેલા  શ્રી વિબોધ દોશીએ સંયુક્‍ત પત્રકાર પરિષદ યોજવા માટે ખુલ્લો પડકાર બેન્‍કને ફેંકયો છે.

નાગરિક બેન્‍ક બચાવો સંઘના નામે પ્રસિધ્‍ધ થયેલ એક પ્રેસ યાદીમાં જણાવ્‍યા મુજબ શ્રી વિબોધ દોશી બેન્‍કના વિશાળ હિતમાં તેમજ બેન્‍ક પ્રત્‍યેની સાચી વફાદારી નિભાવવાના એક માત્ર ઉદેશ્‍યથી પોતાની નોકરીને દાવ પર લગાડી વ્‍હિસર બ્‍લોઅર બન્‍યા હતા. આથી બેંકના સત્તાધિશોએ વધુ કૌભાંડને છુપાવવાના બદઈરાદાથી ગેરકાયદેસર રીતે શ્રી દોશીને સિધાજ બરતરફ કરી દીધેલ એટલે કે ચાર્જશીટ કે ડિપાર્ટમેન્‍ટલ  ઈન્‍કવાયરીની પણ કાયદાકીય પ્રક્રિયા કરેલ નહી અને ટર્મિનેટ કરી દીધેલ. આ સામે શ્રી દોશીએ હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટમાં મનાઈ હુકમ મેળવીને નોકરી કરેલ, ૬૦ વર્ષની વય મર્યાદાને કારણે તેઓ નિવળત થયેલ. આ તકે તે નોંધનીય છે કે હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટે શ્રી વિબોધ દોશીને વ્‍હિસલ બ્‍લોઅર ગણ્‍યા છે. સર્વિસ મેટરમાં શ્રી દોશીને ૭૦ ટકા જેટલો કાનુની વિજય મળી ચુકયો છે અને હજુ કાનુની જંગ ચાલી રહેલ છે. આ સર્વિસ મેટરમાં બેંકના કરોડો રૂપિયાના અનેક કૌભાંડના દસ્‍તાવેજી પૂરાવાઓ એફિડેવીટ કરીને શ્રી દોશીએ હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટ સમક્ષ એડમીટ કરેલ હતા.

શ્રી દોશીએ બેન્‍કના વર્તમાન સત્તાધિશોને ગત ૧૩ મી સપ્‍ટેમ્‍બર-૨૦૨૪ ની રિઝર્વ બેન્‍ક ઓફ ઈન્‍ડીયા સાથેની બેન્‍કની મિટીંગમાં આરબીઆઈએ જે જે અલ્‍ટીમેટમ તેમજ શિક્ષાત્‍મક પગલા અંગે કડકાઈથી આદેશો આપેલ હતા તેની વિગતો બેન્‍ક જાહેર કરે તેવી માંગણી કરેલ છે. મુંબઈની કાલબાદેવી બ્રાન્‍ચના માત્ર ૨૫ લોન કૌભાંડો નહી પરંતુ તમામ શંકાસ્‍પદ લોન ખાતાઓના રી-સ્‍ટેચ્‍યુટરી ઓડીટ કરાવવાના આદેશ આપ્‍યા હતા તે ઓડીટ રીપોર્ટ જાહેર જનતા સમક્ષ રજુ કરવા જણાવેલ છે. આ કૌભાંડોમાં ત્રણ થી ચાર ગણા વેલ્‍યુએશન રીપોર્ટ બેન્‍કના અધિકારીઓએ શું નથી મેળવ્‍યા? આ બધા ખાતા છેલ્લા એક વર્ષથી એન.પી.એ. છે અને બેન્‍કની ખાતાની આઉટ સ્‍ટેન્‍ડીંગ રકમની અડધી કિંમતે પણ સ્‍થાવર મિલ્‍કતના કોઈ ખરિદદાર મળતા નથી. અલીબાગમાં તો બેન્‍કના જનરલ મેનેજર તેમજ ડેપ્‍યુટી જનરલ મેનેજર સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

શ્રી જ્‍યોતિન્‍દ્રમામા, જીમ્‍મીભાઈને પણ ધારદાર પ્રશ્નો  પુછીને શ્રી દોશીએ બેન્‍કના વર્તમાન સત્તાધિશોને સંયુક્‍ત પત્રકાર પરિષદમાં જાહેરમાં ચર્ચા કરવા ચેલેન્‍જ આપેલ છે. જોવાનું એ રહે છે કે જે બેન્‍ક સાચી હશે તો આ ચેલેન્‍જ સ્‍વીકારી હશે. રિઝર્વ બેન્‍કે કડક અને ગંભીર ભાષામાં નાગરીક બેંકને અંદરના તેમજ બહારના કૌભાંડકારો સામે પોલીસ કાર્યવાહી કરવા પણ હુકમ કરેલ છે. આરબીઆઈએ તા. ૧૩-૦૯-૨૦૨૪ ની મિટીંગમાં બેન્‍કને કઈ પણ નહી છુપાવવા અને જે જે ફોડ થયા છે તેનો રીપોર્ટ કરવા સ્‍પષ્ટ જણાવેલ છે. તેમ આ યાદી જણાવે છે.

આરબીઆઇએ જુનાગઢ બ્રાન્‍ચમાં થયેલ ફોડ અંગે તમામ લોન ખાતાઓ અંગે ગંભીર ચિંતા વ્‍યકત કરેલ છે અને આકરા પગલા લેવાની સ્‍પષ્ટ ચેતવણી આપી દિધેલ છે. શ્રી દોશીએ જણાવેલ છે કે, નાગરિક બેંક બચાવો સંઘ પાસે જે જે લોન ખાતાના કૌભાંડો અંગે પૂરાવાઓ છે તેની જ માત્ર જાહેર ચર્ચા વ્‍યકત કરે છે.

બેંકના મોભીના  જમાઈના  ગુજરાતની સહકારી બેન્‍કોમાં રૂા.૨૫૦ કરોડ ઉપરના કૌભાંડોની પોલીસ ફરીયાદો ઘણા સમયથી થઈ ગયેલ છે. આ મોભી રાજકીય વગનો ઉપયોગ કરી આ બધુ દબાવવા માંગે છે. કારણ કે તેમની મિઠી નજર વગર આટલી મોટી રકમના કૌભાંડો શકય જ નથી. તેમ શ્રી દોશી લખે છે.

નાગરિક બેન્‍ક બચાવો સંઘને બેંક સાથે જોડાયેલા દસ લાખથી વધુ નાના તેમજ મધ્‍યમ વર્ગના લોકોની લોહી પસીનાની કમાણી કે જે તેમણે નાગરિક બેંકમાં ભરોષો અને વિશ્વાસ રાખીને મરણમૂડી તરીકે રાખેલ છે તેની ગંભીર ચિંતા છે.

 અમારે અમારી માતળ સંસ્‍થા એવી નાગરિક બેન્‍કને લાગેલા કેન્‍સર માંથી મુક્‍ત કરવી છે. તેમશ્રી દોશી (મો. ૯૪ર૮ર ૦૬૦૬૦) જણાવતા કહેલો બેન્‍કના ડીરેકટરોની ચૂંટણીમાં જે ઉમેદવારો બેન્‍કને લાગેલા કેન્‍સરનું ઓપરેશન કરવા ખાત્રી આપશે તેને તેમનો સંઘ ટેકો આપશે.

(3:21 PM IST)