તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th November 2024
શ્રી જલારામ સેવા મંડળ દ્વારા આનંદનગરમાં કાલે મહાઆરતી-અન્નકોટ દર્શન અને મહાપ્રસાદ
પ્રમુખ લીનાબેન સમીરભાઇ રાજાણીના માર્ગદર્શન હેઠળ ધર્મમય કાર્યક્રમો

રાજકોટ તા. ૭ : સ્વ. કુંદનબેન રાજાણી સ્થાપિત શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ આનંદનગર દ્વારા નિલકંઠ સીનેમા સામે કોઠારીયા રોડ ખાતે સંતશ્રી પૂ.જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતિ નિમિતે કાલે તા. ૮ ના શુક્રવારે મહાઆરતી, અન્નકુટ દર્શન, મહાપ્રસાદ, ધૂન, ભજન સહીતના કાર્યક્રમોનું આયોજન થયુ છે. સવારે ૬ વાગ્યે પૂ. જલારામ બાપાની મંગળા આરતી પ્રમુખ શ્રી લીનાબેન સમીરભાઇ રાજાણીના હસ્તે થશે. બાદમાં બપોરે ૧૨ કલાકે દીપપ્રાગટય કરી અન્નકુટ દર્શન ખુલ્લા મુકાશે. મહાઆરતી મુખ્ય યજમાન શ્રીમતી ક્રિષ્નાબેન રાજુભાઇ ચોટાઇ, દક્ષાબેન કુમારભાઇ અઢીયા, રેખાબેન ભરતભાઇ નણવાણી, પ્રતાપભાઇ પટેલના હસ્તે થશે. ત્યારબાદ તૃતીય આરતી સાંજે ૭ કલાકે જયેશભાઇ નથવાણી, રમેશભાઇ ઠકકર તથા હાજર તમામ ભકતોના હસ્તે થશે. સાંજે ૭ કલાકથી જાહેર મહાપ્રસાદ તથા ભજનનું આયોજન કરાયુ છે. ભાવિક ભકતોએ સહપરિવાર લાભ લેવા સંસ્થાના પ્રમુખ લીનાબેન સમીરભાઇ રાજાણી, ટ્રસ્ટીઓ કાંતાબેન કોટેચા, જયશ્રીબેન ખગ્રામ, ઉમાબેન ભીંડે તથા તમામ કાર્યકર્તાઓએ ભાવભર્યુ નિમંત્રણ પાઠવવેલ છે.
(3:00 PM IST)










