તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd November 2024
શિતલ પાર્કના ૨૭ વર્ષના સોહમ વાજાને બેસતા વર્ષની સાંજે ગભરામણ થયા બાદ મોત

રાજકોટઃ શહેરના જામનગર રોડ શિતલ પાર્કમાં બીજીેપી કાર્યાલય નજીક પ્લેટિનીયમ હાઇટ્સ-૩૦૧માં રહેતાં ૨૭ વર્ષના સોહમ જગદીશભાઇ વાજાને બેસતા વર્ષની સાંજે સાડા સાતેક વાગ્યે બંભે ખભામાં દુઃખાવો શરૂ થયા બાદ ગભરામણ અને ઉલ્ટી થતાં બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાંખસેડાયેલ. પરંતુ સારવાર દરમિયાન રાતે મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. ગાંધીગ્રામના હેડકોન્સ. મયુરસિંહ જાડેજાએ કાર્યવાહી કરી હતી.
(12:20 PM IST)










