<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

વોર્ડ નં.૧માં રામાપીર ચોક ઓવરબ્રીજ નીચે મોર્ડનાઇઝડ ટોયલેટ બનશેઃ રૂા. ૩૧ લાખ મંજૂર

કોર્પોરેટરો ભાનુબેન, દુર્ગાબા, ડો.મોરજરીયા તથા હિરેનભાઇની રજુઆત ફળી

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૧માં રૂ.૩૧.૯૦ લાખના ખર્ચે રામાપીર ચોક ઓવર બ્રીજ નીચે મોર્ડનાઇઝડ ટોઇલેટ બનાવવાનુ કામ આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ થવાથી રામાપીર ચોક, અક્ષરનગર, રૈયાધાર લાભદિપ સોસાયટી, તેમજ લાગુ વિસ્‍તારવાસીઓની પ્રાથમિક સુવિધામાં વધારો થશે.

આ કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, દુર્ગાબા જાડેજા, ડો.અલ્‍પેશભાઈ મોરજરીયા અને હિરેનભાઈ ખીમાણીયા દ્વારા સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડીંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(4:01 PM IST)