તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th October 2024
રંગોળીએ રચ્યા રંગો : પ્રકાશ પર્વે રીંગ રોડે રંગોત્સવ
સ્પર્ધકો દ્વારા ભોળાનાથથી લઇને ન્યાયની દેવી સુધીના વિષયો ઉપર અદ્ભૂત રંગોળી રચાઇ : રંગોળીઓ જોવા લોકો ઉમટયા : કાલ સુધી નિહાળી શકાશે

રાજકોટ : મહાનગરપાલિકાᅠદ્વારા મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરીના સહયોગથી ‘રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ'અંતર્ગત રેસકોર્ષ ખાતે ભવ્ય ‘રંગોળી સ્પર્ધા' યોજાઇ હતી. જેમાં ‘રંગોળી સ્પર્ધા' ૧) સ્લોગન રંગોળી-૨૫ ૨)ᅠવ્યક્તિગત રંગોળી-૫૦૦ એમ ૨ કેટેગરીમાં રચવામાં આવી છે. જેમાં ભોળાનાથ, રામ - સીતા, હનુમાનજી, નરેન્દ્રભાઇ, પદ્મશ્રી હેમંતભાઇ, રતન ટાટા, સાવજની ડણક, ન્યાયની દેવી સહિતની અદ્ભૂત રંગોળી જોવા લોકો ઉમટયા છે.
સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.૨૯નાં રોજ રાત્રે ૧૦ કલાકથી તા.૩૧ સુધી શહેરીજનો નિહાળી શકશે.
સ્પર્ધાના નિર્ણાયકો તરીકે જાણીતા લેખક શ્રી જય વસાવડા, શ્રી શૈલેષભાઈ સગપરીયા, મુકેશભાઇ વ્યાસ,ᅠઆસિતભાઈ ભટ્ટ, ચૈતન્યભાઈ,એમ. યુ. ચૌહાણ, મુકેશભાઇ ડોડીયા, પ્રદીપભાઈ દવે, કિશોરભાઇ કામાણી, નલીનભાઈ સૂચક જયશ્રીબેન રાવલ,રૂપલબેન સોલંકીએ સેવા આપેલ.
સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળીને મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર જીતુભાઇ કાટોડિયા, વિનુભાઇ સોરઠીયા, મંજુબેન કુગસીયા, અગ્રણી વિનોદભાઇ પેઢડિયા, ઘનશ્યામભાઇ કુગસીયા દ્વારા નિહાળવામાં આવેલ અને સ્પર્ધકોને સુંદર અને થીમ આધારિત રંગોળી બનાવવા અને સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવા બદલ શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીર : અશોક બગથરિયા)
(3:05 PM IST)










