તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th October 2024
જલારામ જયંતિની શોભાયાત્રાનું વિરાણી હાઇસ્કૂલ ખાતે દીકરીઓ દ્વારા થશે સ્વાગતઃ વેશભુષા-આરતી સુશોભન સ્પર્ધા
વિજેતાઓને ઇનામોથી નવાજવામાં આવશેઃ બહેનો-બાળકોએ નામ નોંધાવી દેવા

રાજકોટ તા. ૩૦: રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ જલારામ જન્મ જયંતીની શાનદાર ઉજવણીની તૈયારીઓ થઇ રહી છે. ત્યારે મહિલા સમિતિ દ્વારા પણ બાળકો માટે વેશભૂષા હરીફાઇ તેમજ આરતી સુશોભન સ્પર્ધાનું આયોજન ‘‘જલારામ ધામ'' વિરાણી હાઇસકુલ ખાતે થઇ રહ્યુ઼ં છે.
સ્પર્ધાના વિજેતાઓને આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે ઉપરોકત સ્પર્ધામાં ભાગ લેવા માગતા બહેનો તથા બાળકો પ્રીતિબેન પાઉને મો. ૭૯૮૪૦ ૪૭૦ર૭ ઉપર નામ નોંધાવી દેવું
શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત શોભાયાત્રા જયારે વિરાણી હાઇસ્કુલ ‘‘જલારામધામ'' ખાતે આવી પહોંચશે ત્યારે કુવારીકાઓ દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવશે.
આયોજનને સફળ બનાવવા મનિષાબેન ભગદેવ, રત્નાબેન સેજપાલ, તરૂબેન ચંદારાણા, કાશ્મીરાબેન નથવાણી, શિલ્પાબેન પુજારા, પ્રીતિબેન પાઉં, જસુબેન વસાણી, શોભનાબેન બાટવીયા, અનિતાબેન પાઉં, જાગૃતીબેન ખીમાણી, કિરણબેન કેસરિયા, કિર્તીબેન ગોટેચા, શીતલબેન નથવાણી, રિધ્ધીબેન બગડાય, અમીબેન સેદાણી, રીમાબેન મણીયાર, તૃપ્તિબેન તન્ના, બીજલબેન ચંદારાણા, ઇલાબેન પંચમતીયા, પલવીબેન પોપટ, ડોલીબેન થવાણી, કિરણબેન વિઠલાણી, તૃપ્તિબેન નથવાણી તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ સમાજ શ્રેષ્ઠિઓ માર્ગદર્શન આપી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:42 PM IST)










