<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

પૂ.લાલબાપુને ‘અકિલા' પરિવારના ભાવપૂર્વક વંદનઃ આશીર્વાદ વરસ્‍યા

દિપાવલી પર્વ પૂર્વે અકિલા પરિવારના સભ્‍યો આસ્‍થાના પ્રતિક ગધેથડમાં બીરાજમાન વેદમાતા શ્રી ગાયત્રીમાતા, શ્રી સરસ્‍વતી માતાજી અને શ્રી લક્ષ્મી માતાજીના દર્શને :નૂતન વર્ષે દરેકના કલ્‍યાણની પ્રાર્થના કરતા પૂ. લાલબાપુઃ પાંચ દાયકાની નિરંતર ગાયત્રી મંત્ર સાધનાઃ તેજોમય-સરળ-ભાવૂક વ્‍યકિતત્‍વ

તસવીરમાં પૂ. લાલબાપુ સાથે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજિતભાઇ ગણાત્રા, મીનાબેન હરીશભાઇ ચગ, અશ્‍વિન છત્રારા તથા પુષ્‍પાબેન તથા મનસુખભાઇ ભોગાયતા નજરે પડે છે.

 

રાજકોટઃ સનાતન પર્વનો રોશનીનો ઉત્‍સવ દિપોત્‍સવ ઉજવાઇ રહ્યો છે. આ મંગલ અવસરે ‘અકિલા' પરિવારે ગાયત્રી આશ્રમ ગધેથડની મુલાકાત કરીને વંદના કરી હતી. આસ્‍થાના પ્રતીક ગધેથડમાં બિરાજમાન વેદમાતા શ્રી ગાયત્રી માતાજી, શ્રી સરસ્‍વતી માતાજી, અને શ્રી લક્ષ્મી માતાજીના દર્શન કર્યા હતા અને પૂ. લાલબાપુના આશીર્વાદ પ્રાપ્‍ત કર્યા હતા.

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજિતભાઇ ગણાત્રા, મહિલા ક્રાંતિ મેગેઝિનના તંત્રી મીનાબેન હરીશભાઇ ચગ વગેરેએ પૂ. લાલબાપુ સાથે દિવ્‍ય સત્‍સંગ કરીને આશીર્વાદ પ્રાપ્‍ત કર્યા હતા.

પૂ. લાલબાપુ ગાયત્રી મંત્રના પ્રખર સાધક છે. પાંચ દાયકાથી વધારે સમયથી પૂ. બાપુ નિરંતર મંત્ર સાધનામાં લીન રહે છે. તેઓનું આભા મંડળ તેજથી ઝળહળે છે. પૂ. લાલબાપુનું વ્‍યકિતત્‍વ સરળ અને ભાવૂક છે. અસંખ્‍ય લોકોના વિવિધ પ્રશ્‍નો અહીં ઉકેલે છે. જો કે, પૂ. લાલબાપુ કહે છે કે, કૃપાળુ દૈવી-શકિત આ કાર્યો કરે છે. પૂ. લાલબાપુનો વર્ષોનો ક્રમ રહ્યો છે કે, ર૪ કલાકમાં માત્ર ત્રણ-ચાર કલાક બહાર રહે છે. આશ્રમમાં આવેલા ભોયરામાં તેઓ દિવસ દરમિયાન મંત્ર સાધનામાં લીન રહે છે. અનુષ્‍ઠાન હોય ત્‍યારે અનેક દિવસો-મહિનાઓ સુધી ભોયરામાં રહીને મંત્ર-સાધના કરતા રહે છે.

ગાયત્રી આશ્રમ-ગધેથડમાં દિવ્‍ય ઉર્જા નિરંતર વહેતી રહે છે. આ ઉર્જા પરમ આનંદનો અહેસાસ કરાવે છે. અહીં બપોરે-સાંજે ભાવિકોને ભોજન પીરસવામાં આવે છે દેશ-વિદેશથી ભકતજનો ઉમટે છે. પૂ. લાલબાપુ, શ્રી રાજુ ભગત, શ્રી દોલુ ભગત સાથે ‘અકિલા' પરિવારે સત્‍સંગ કરીને વંદના કરી હતી.

 

 

(3:31 PM IST)