<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

શ્રમીકના મોત મામલે બેદરકારી અંગે કોન્‍ટ્રાકટર-સુપરવાઇઝર સામે ગુનો નોંધાયો

ભવાનીનગરમાં ઓરિયન્‍ટ બાંધકામની સાઇટમાં મહેશ ચાવડાનું લાદીકામ કરતી વખતે મૃત્‍યુ થયું હતુઃ કોન્‍ટ્રાકટર અને સુપરવાઇઝરે સેફટીના સાધનોની વ્‍યવસ્‍થા કરી ન હતી

રાજકોટ તા.૨૩: શહેરમાં અનેક બાંધકામની નવી બનતી સાઈટ પર બિલ્‍ડરો કે કોન્‍ટ્રાકટરો દ્વારા શ્રમિકો પાસે કોઈ પણ જાતના સેફટી સાધનોની વ્‍યવસ્‍થા કર્યા વગર ઉંચી ઇમારતોના માચડાંઓ ઉપર ચડાવી કામ કરાવવામાં આવે છે, ત્‍યારે અનેક વખત શ્રમિકો અને તેના બાળકોના બહુમાળી ઇમારતો પરથી પડી જતા મોત નિપજયાના અનેક બનાવ સામે આવ્‍યા છે.ગઇકાલે ભવાનીનગરમાં ઓરિયન્‍ટ બાંધકામની સાઇટ પર લાદીકામ કરતી વખતે દસમા માળેથી પટકાતા શ્રમીકના મોત મામલે કોન્‍ટ્રકાટર અને સુપરવાઇઝર સામે ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રામનાથ મંદિર પાસે આવેલા ભવાનીનગરમાં રહેતો અને લાદીકામની મજૂરી કરતો મહેશ રણછોડભાઈ ચાવડા (ઉ.વ.૨૫)નો યુવક ગઈકાલે નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ગ્રાન્‍ડ પેલેસ બિલ્‍ડિંગની પાછળ આવેલી ઓરિયેન્‍ટ બાંધકામની સાઈટ પર દશમાં માળે લાદીકામ કરતો હતો ત્‍યારે બપોરે અચાનક ર્પાકિંગમા અવાજ આવતા કામ કરતા શ્રમિકો, બાંધકામના કોન્‍ટ્રાકટર-સુપરવાઈઝર સહિતના દોડી જતા મહેશ લોહી લુહાણ હાલતમાં જોવા મળતા તાકીદે ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ના ઇએમટીએ જોઈ તપાસી યુવકને મળત જાહેર કરી પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ સ્‍થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મળતદેહને પીએમ માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડ્‍યો હતો. આ બનાવમાં મળતક મહેશના પિતા રણછોડભાઈ ઓઘડભાઈ ચાવડા (ઉ.વ.૬૫)ના એ તાલુકા પોલીસ મથકમાં સાઈટ કોન્‍ટ્રાકટર અને સુપરવાઈઝરને જવાબદાર ગણાવી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, પુત્ર ચાર મહિનાથી આ સાઈટ ઉપર કામ કરતો હતો અને ઓરિયન્‍ટ બાંધકામ સાઈટ પર કોઈ જાતની નેટ કે આડસ મુકવામાં આવ્‍યા વગર ખુલ્લી રાખવામાં આવી હતી. તેમજ સેફટીના સાધનો પણ આપેલા ન હતા. ત્‍યાં હાજર શ્રમિકોના કહેવા મુજબ સાઈટ સુપર વાઇઝર અને કોન્‍ટ્રાકટર અનિલભાઈ મહેશને સેફટી બેલ્‍ટ પહેરાવતા હતા. યુવકનું મોત સેફટી બેલ્‍ટ તૂટવાના કારણે થયું હોય તેવું દર્શાવી પોલીસને પણ ગુમરાહ કરવાની પેરવી કરવામાં આવી હતી. બનાવમાં પોલીસે કોન્‍ટ્રાકટર અને સુપરવાઈઝર સામે બીએનસી કલમ ૧૦૫,૨૩૮(બી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:46 PM IST)