<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

‘‘તેજસ''નું તેજસ્‍વી પરાક્રમ : નવરાત્રીમાં સંગીતક્ષેત્રે વર્લ્‍ડ રેકોર્ડ

જીલ એન્‍ટર ઇન્‍મેન્‍ટે નવ જાયન્‍ટ નવરાત્રી રાસોત્‍સવનું સંગીત સંકલન કર્યુઃ તેજસ શિશાંગિયા પર અભિનંદન વરસાદઃ ૧પ૦ કલાકારોની ટીમે રપ૦ કલાકનું સંગીત પીરસ્‍યુ : ગોલ્‍ડન બુકમાં રેકોર્ડ નોંધાયો

રાજકોટ : અહીંની નામાંકીત એવી જીલ એન્‍ટરટેઇન્‍મેન્‍ટે વધુ એક સિદ્ધિ મેળવી છે. ગત નવરાત્રીમાં નવ જાયન્‍ટ નવરાત્રીનું સંગીત-સંકલન કરતા ગોલ્‍ડન બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડના નામ નોંધાયું છે.

સમગ્ર વિશ્વમાં રાજકોટની નવરાત્રી હંમેશા ધ્‍યાનાકર્ષક રહી છે. સૌરાષ્‍ટ્રમાં નવરાત્રી નું આયોજન કરતા આયોજકો સંગીત પીરસતા કલાકારો, ગાયકો હંમેશા મહેનતશીલ બની ટ્રેન્‍ડિંગ રહ્યા છે. સંગીત જગતમાં ૧૯૯૪ થી કાર્યરત પરફોર્મર-એંકર-સિંગર તેજસ શિશાંગીયા હંમેશા ક્રિએટિવ રહી સંગીત જગતને નોખુ અનોખું આપતા રહે છે. વર્ષ ૨૦૧૭ માં ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ માટે સવા પાચ લાખ લોકો સામે ૧૦૦ કલાકારો સાથે પ્રથમ વર્લ્‍ડ રેકોર્ડ મળ્‍યા બાદ વર્ષ ૨૦૨૩ માં શ્રી નરેન્‍દ્રભાઈ મોદી રચિત માડી નો ે ગરબો પર સવા લાખ લોકો રમ્‍યા જેમાં બે સંચાલનનો અવસર પ્રાપ્ત થયો હોવાનું જણાવાયું છે.  દિલ્‍હી ખાતે આઇએફએ એવોર્ડ સમારંભમાં જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિન્‍હાના હસ્‍તે શ્રેષ્ઠ પરફોર્મરનો જાગી જઈ તો સાઈ? એવોર્ડ મળ્‍યો હતો.

કાર્યસિદ્ધિ ને સંતોષથી થી વધુ સફર છે જે નિત્‍ય અને સતત હોવી જોઈએ તેવું માનતા તેજસ શિશાંગીયા આ વર્ષે ૨૦૨૪ માં ભાઈ નિલેશ શિશાંગીયા, જીલ શિશાંગીયા ના પુરા સપોર્ટથી રાજકોટના નવ વિશાળ ગરબા મહોત્‍સવમાં સંગીત સંયોજન આર્ટિસ્‍ટ મેનેજમેન્‍ટ કરી નવો વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો છે. ૧૦ એક જ સંગીત ગળપ જીલ એન્‍ટરટેઇન્‍મેન્‍ટૅ નવ વિવિધ નવરાત્રીના મંચ પર કાર્ય કરી શકે તે કલા જગત માટે માટે પણ પ્રથમ ઘટના હોવાનું જણાવાયું છે, જેને ગોલ્‍ડન બુક દ્વારા વર્લ્‍ડ રેકોર્ડ તરીકે સ્‍વીકારવામાં આવ્‍યો છે.

જીલ એન્‍ટરટેઇન્‍મેન્‍ટ દ્વારા આ વર્ષે  (૧) સહિયર ક્‍લબ - સુરેન્‍દ્રસિંહ વાળા યશપાલસિંહ જાડેજા, ચંદુભા પરમાર (૨) અબતક સુરભી કલબ - વિજયભાઈ વાળા, સતીશભાઈ મહેતા  (૩) અકિલા લોહાણા મહાજન - નિમિશભાઈ ગણાત્રા, રાજુભાઈ પોબારુ જયમીનભાઈ ઠાકર ((૪) રજવાડી થનગનાટ - વિશાલભાઈ પટેલ (૫) અકિલા રઘુવંશી બિટ્‍સ - મિતેષભાઈ રૂપારેલ, પિન્‍ટુભાઈ (૬) સોનમ નવનાત ગરબા - મિલનભાઈ કોઠારી, સુનિલભાઈ શાહ. (૭) પાટીદાર નવરાત્રી - જીતુભાઈ સોરઠીયા, જયેશભાઇ સોરઠીયા (૮) ક્ષત્રિય ગિરાસદાર સમાજ - રાજપુતાની રાસોત્‍સવ (૯) શ્રી ઉમા ડાયનામિક ક્‍લબ, પંકજભાઇ કાલાવડીયા   આ વિશાળ કાર્યને પહોંચી વળવા માટે રાજકોટના શ્રેષ્ઠ કલા કસબી તથા ગાયકો, હિતેશ ઢાંકેચા, સુનિલ પટેલ, ઇમરાન કાનીયા, મહેશ ઢાંકયા, રઈશ હાજી, રિયાઝ જેરિયા, રાજુભાઈ ત્રિવેદી, રવિ ઢાંકેચા, ગૌરવ પરમાર, પ્રદીપ પઢીયાર, સૌરભ ગઢવી. તોફીક શેખ, રવિ પુરબીયા તથા રાજકોટના પસંદીદા ગાયકો રાહુલ મહેતા, અપેક્ષા પંડયા, હેમંત જોશી. વિશાલ વરુ, હિના હીરાણી, અનિતા શર્મા. શ્‍યામલ જાદવ જાગળતિ ગોહેલ, જયદાન ગઢવી, ગાથા પોટા. ધૈર્ય રાજપરા, પ્રિયા પરમાર, અશ્વિની મહેતા, ગાર્ગી નિમ્‍બાર્ક, માર્ગી પટેલ, જશુ આહીર, હિના મીર, અમિત વાઘેલા, સાજીદ ખ્‍યાર, સોનલ ગઢવી, ભક્‍તિબા જેઠવા, રશ્‍મી માણેક, યશ્રી વ્‍યાસં જેવા અનેક કલાકારો નો સપોર્ટ મળ્‍યો છે પોવાનું જણાવાયું છે. તસ્‍વીરમાં અકિલાનો મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે તેજસ શીશાંગીયા મો. ૯૮રપ૩ ૯૪૩ર૦, નિલેશ શીશાંગીયા, જીલ શીશાંગીયા તેમજ સુનિલ પટેલ, હિતેષ ઢાંકેચા અને ઇમરાન કાનીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:50 PM IST)