<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

રાજકોટમાં દરરોજ ૧ લાખ કિલો ચા-ભૂકીનું આવક

ચાની ભૂકીની કિંમતમાં કિલોએ રૂ. ૪૦ થી ૬૦નો ઉછાળોઃ ચુસ્કી મોંઘી થશે આસામથી દરરોજ ૧૦૦ ટન ચા ભૂકી રાજકોટ આવે છેઃ મોટાભાગનું વેચાણ સૌરાષ્ટ્ર-કચ્છમાં: આ વર્ષે આસામમાં વાતાવરણ બગડતા ભૂકીનું ઉત્પાદન ઓછું થતા ભાવમાં ઉછાળોઃ ટી મરચન્ટ એસો.ના અગ્રણીઓ 'અકિલા'ની મુલાકાતે

રાજકોટ તા.૨૨: સોૈરાષ્ટ્ર-કચ્છમાં ચાના રસિયાઓ દરરોજ ૧૦૦ ટન એટલે કે એક લાખ કિલો ચા ભુકીની ચા ગટગટાવી જાય છે. રાજકોટ ટી મરચન્ટ એશો-ના અગ્રણીઓ કહે છે કે આસામથી રાજકોટ દરરોજ અંદાજે ૧૦૦ ટન ચાની ભુકીનું આગમન થાય છે. જેનું મોટાભાગનું વેચાણ સોૈરાષ્ટ્ર-કચ્છમાં થાય છે.

ટી મરચન્ટ એશો.ના અગ્રણીઓ 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ કહયું હતું કે, વર્તમાન વર્ષમાં ચાની ભુકીની કિંમતમાં કિલોએ રૂ.૪૦થી ૬૦નો ઉછાળો આવ્યો છે.

રાજકોટમાં આસામથી દરરોજ પાંચ ગાડી ચાની ભુકી આવે છે. એક ગાડીમાં ૧૮થી૨૦ ટન ચાની ભુકી હોય છે એ ચામાં તમામ પ્રકારની બ્રાન્ડેડ નોન બ્રાન્ડેડ ચાનો સમાવેશ થાય છે.

રાજકોટથી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ મનોજભાઇ ઉનડકટની યાદીમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષ ૨૦૨૪/ ૨૫ માં ચા ના પાકમાં નોંધપાત્ર ઘટાડો થયેલો છે જેના કારણથી ભાવમાં આગ જરતી તેજી  જોવા મળી રહી છે. હવે નજીકમાં આવનાર સમયમાં ગાર્ડન તેમજ ફેકટરીઓ બંધ થઇ જશે પ્રોડકશનના મહિના હાલ પૂર્ણ થઇ ગયેલ છે. હવે નવા પાક ની શરૂઆત માર્ચ એન્ડથી એપ્રિલમાં થશે તેને  કારણે ભાવમાં હજુ પણ મજબૂતાઇ રહેવાની શકયતાઓ નકારી નથી.

ટી બોર્ડ ઓફિશિયલ પાકના ફિગર મુજબ આસામમા ૮% વેસ્ટ બેંગોલમાં ૧૭% નોર્થ ઇન્ડિયામાં ૧૧% સાઉથ ઇન્ડિયામાં૮% જેટલા નોંધપાત્ર ઘટાડો થયેલો છે. હાલ બ્રાન્ડ ઉચ્ચ કોલેટીના ભાવ પર કેજી રૂ. ૫૫૦ આસપાસ થઇ ગયેલ છે. મીડીયમ સારી ચા રિટેલમાં ૫૨ કેજી રૂ. ૩૫૦ થી ૪૫૦ સુધી વેચાય છે. હવે ભાવનો સંપૂર્ણ  દારો મદાર આવતી સિઝનના પાક પોઝિશન પર નિર્ભર રહેશે.

ચાલુ  વર્ષે તો પાકમાં નોંધપાત્ર ઘટાડો રહેવાથી ભાવ ખૂબ જ મજબૂત રહ્યા છે ખાસ કરીને કોલેટી અને નોન કોલેટીમાં ભાવ ડીફરન્સ પણ આ વર્ષે ઘણો મોટો રહ્યો છે જેથી કરીને કોલેટી આપનાર પેકેજએ ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્રવાસી ઓને તો સવાર પડે અને ચા ની યાદ આવે ચા ની ચુસકી વગર દિવસ આગળ ન વધે અપેક્ષા રાખીએ કે નેકસ્ટ સીઝનમાં પાકની પોઝિશન રેગ્યુલર થાય અને ચાની ચુસકી ભાવમાં વધારે કડક ન થાય.

(4:00 PM IST)