<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

'ધ મ્યુઝીયમ ઓફ રોયલ કીંગ્ડમ્સ ઓફ ઇન્ડિયા' એટલે ભારતના રાજવીઓના ત્યાગનું મંદિરઃ માંધાતાસિંહજી જાડેજા

રાજકોટ,તા. ૨૨: ભારતની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના શિલ્પી અને ગુજરાતના પનોતાપુત્ર સરદાર વલ્લભભાઈ પટેલના પ્રાકટ્ય દિન ૩૧ ઓકટોબર ૨૦૨૪ 'એકતા દિવસ'એ નૂત્ત્।ન ભારતના રાજકીય ઇતિહાસમાં એક નવા સુવર્ણ પૃષ્ઠનો ઉમેરો કરશે. તેમ રાજકોટના રાજવી માધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું છે.

ભાગલાવાદી અને ખંડનકારી માનસિકતાની સામે અખંડિત ઐકયનો નારો ગૂંજતો કરીને દેશને અખંડ રાખવાનું બીડું ઝડપનાર સરદાર સાહેબને સર્વપ્રથમ સૌરાષ્ટ્રના અંદાજે બસ્સો બાવીસ જેટલાં રાજવીઓનો સહયોગ સાંપડ્યો અને અખંડ ભારત નિર્માણના પાવનપથનું નિર્માણ થયું. સરદાર સાહેબની હાકલના પગલે સૌરાષ્ટ્રના નાના-મોટા રાજવીઓએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાના રાજય, રૈયત અને સઘળાં અધિકારો માઁ ભારતીના ચરણોમાં સમર્પિત કર્યાં. સૌરાષ્ટ્રની આ પહેલ પછી જ દેશના અન્ય રજવાડાઓ પણ ભારતસંઘમાં જોડાયા હતાં એ ઐતિહાસિક સત્યની ભવ્યતાના સ્મરણ સાથે 'ધ મ્યુઝીયમ ઓફ રોયલ કીંગ્ડમ્સ ઓફ ઇન્ડીયા'નું ખાતમુહૂર્ત કરનાર નૂત્ત્।ન ભારત-સ્વર્ણિમ ભારતના ઘડવૈયા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની રાષ્ટ્ર ભકિતને વંદનને પાત્ર હોવાનું તેઓએ જણાવ્યું છે.

શ્રી નરેન્દ્રભાઇની પ્રેરણાથી જ રાજપીપળા પાસે નિર્માણ પામેલાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની એકદમ નજીકમાં જ ભારતની સાર્વભૌમ સુરક્ષા માટે ક્ષણભર પણ વિલંબ કર્યા વિના પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર ભારતીય રાજવીઓના સહજ ત્યાગની ગૌરવગાથાને આવરી લેતાં 'ધ મ્યુઝીયમ ઓફ રોયલ કીંગ્ડમ્સ ઓફ ઇન્ડીયા'નું ખાતમુહૂર્ત ગુજરાતના પનોતા પુત્ર, ભારતના પ્રધાનમંત્રી અને નૂત્ત્।ન ભારતના સ્વપ્ન દ્રષ્ટા આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીના કરકમલોથી થનાર છે ત્યારે એકતાનગર ખાતે સાડા પાંચ એકર જમીનમાં દસ હજાર ચોરસ મીટરમાં અંદાજે બસ્સો ત્રેસઠ કરોડના ખર્ચે નિર્માણાધિન આ 'ન ભૂતો ન ભવિષ્યતિ' મ્યુઝીયમની રચના સમિતિના એક સદસ્ય સ્વરૂપે અને એક રાજવી તરીકે પણ મારો અત્યંત રાજીપો વ્યકત કરૃં છું. તેમ અંતમાં માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું છે.

(3:38 PM IST)