તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd October 2024
હવે નવી કલેકટર કચેરીના કર્મચારીઓ-અરજદારોને હેલમેટ બાબતે ઝપટે લેતી ટ્રાફીક પોલીસઃ એક ડઝન દંડાયા

રાજકોટઃ આજે નવી કલેકટર કચેરી બહાર શ્રોફ રોડ પરના દરવાજા પાસે હેલમેટ સંદર્ભે ટ્રાફીક પોલીસે ડ્રાઇવ ગોઠવી નવી કલેકટર કચેરીના એક ડઝન જેટલા કર્મચારીઓ અને અરજદારોને ઝપટે લીધા હતા, જન સેવાના એક સેવક-એક ચોકીદાર ઉપરાંત કલેકટર તંત્રના ર થી ૩ લેડીઝ કર્મચારીઓ જેન્ટસ કર્મચારીઓ સહિત અંદાજે ૧ ડઝન લોકો દંડાયા હતા, દરેકને રૂા. પ૦૦-પ૦૦નો દંડ ફટકારાયો હતો, કર્મચારીઓમાં આ બાબતે ભારે કચવાટની લાગણી જન્મી છે, કલેકટર-એડી. કલેકટર સુધી ફરીયાદો થઇ છે, હેલમેટ અંગે અનેક લોકોએ માથાના દુઃખાવાની-ફોડકા થવાની અને ભારે પરસેવો વળી રહ્યાની પણ ફરીયાદો કરી હતી.
(3:58 PM IST)










