<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

ગિરાસદાર રાજપૂત ભાઈઓ-બહેનો માટે ઉદ્યોગ સાહસિકતા-સ્‍કીલ ડેવલોપમેન્‍ટ સેમિનાર કાલે

વેપાર-ઉદ્યોગ જગતમાં કારકીર્દી બનાવી આર્થિક ક્ષેત્રે ક્રાંતિ સર્જવા ઇચ્‍છુક યુવા ભાઇ-બહેનોને અવશ્‍ય ઉપસ્‍થિત રહેવા ટ્રસ્‍ટીઓની અપીલ : અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાનું માર્ગદર્શન મેળવ્‍યું

શ્રી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલયના ગૃહપતિ શ્રી રણવીરસિંહ એમ. જાડેજા, પરબતસિંહ બી.જાડેજા (ટ્રસ્‍ટીશ્રી) અને દૈવતસિંહ જાડેજા (ટ્રસ્‍ટીશ્રી-પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર)એ આજે અકિલાની મુલાકાત લઇ  આવતીકાલે ગરાસીયા છાત્રાલય ખાતે સમાજના ભાઇઓ-બહેનો માટે યોજાનાર ઉદ્યોગ સાહિસીકતા-સ્‍કીલ ડેવલોપમેન્‍ટ સેમીનાર અંગેની માહિતી અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વર્ણવી હતી અને તેમનું માર્ગદર્શન મેળવ્‍યું હતું ત્‍યારે સિનીયર પત્રકાર જયદેવસિંહ જાડેજા પણ નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., રરઃ ગિરાસદાર રાજપૂત સમાજના યુવા ભાઈઓ અને બહેનોના ભવિષ્‍ય માટે સતત ચિંતા કરનાર હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયના -મુખશ્રી તથા ટ્રસ્‍ટીશ્રીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના વર્ગો ચલાવે છે જેમાં વર્ગ -૧ થી વર્ગ -૩ ના ઘણા ઉમેદવારોની સફળ કારકિર્દી ઘડવામાં મહત્‍વનું યોગદાન આપ્‍યું છે.  અભ્‍યાસ અને સ્‍પર્ધાત્‍મક પરીક્ષાથી આગળ વધીને હવે પછી જે યુવાનો વેપાર - ઉદ્યોગ જગતમાં કારકિર્દી બનાવવા ઈચ્‍છે છે તે યુવાઓ માટે સંસ્‍થા દ્વારા નવતર -યોગ કરવામાં આવનાર છે. સંસ્‍થાના આવતીકાલે યોજાનાર સેમીનાર અને સંસ્‍થાની જુદી જુદી શૈક્ષણીક પ્રવૃતિ અંગે ટ્રસ્‍ટીઓએ આજે અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાનું માર્ગદર્શન લઇ માહિતીઓની આપ-લે કરી હતી.

આગામી તારીખ ૨૩-૧૦-૨૦૨૪ ને બુધવારના રોજ બપોરે૩.૦૦ કલાકે હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતે રાજપૂત સમાજમાં આર્થિક ક્રાંતિના પગરણ સ્‍વરૂપે પ્રથમ ઉદ્યોગ સાહસિકતા સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ સેમિનારમાં રાજ્‍ય સરકાર તથા કેન્‍દ્ર સરકાર દ્વારા ચાલતી યોજનાઓનો લાભ આપણા સમાજના યુવા ઉદ્યોગ સાહસિકો કેવી રીતે મહત્તમ ઉપયોગ કરી શકે તે બાબતે સરકારશ્રી ના વિવિધ વિભાગો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

આ સેમિનારમાં ઉદ્યોગકારોને ફાઇનાન્‍સ, સબસિડી, સ્‍કીલ ડેવલપેન્‍ટ, મેનેજમેન્‍ટ, રોજગાર તથા વ્‍યવસાયલક્ષી તાલીમ કાર્યક્રમ વિગેરે બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

 કાર્યક્રમમાં હાજર રહેનાર સંસ્‍થા ,  જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર,  લીડ બેંક,  નેશનલ સ્‍મોલ ઇન્‍ડસ્‍ટ્રીઝ કોર્પોરેશન લી. - NSIC   ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્‍થાન - CED  MSME extension center  RSETI  કાર્યક્રમના પ્રમુખ સ્‍થાને  ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા ઓફ રાજકોટ ઉપસ્‍થિત રહેનાર છે.

 કાર્યક્રમના કો - ઓર્ડીનેટર શ્રી દૈવતસિંહ જાડેજા ઉપરાંત રાજપૂત સમાજના સફળ ઉદ્યોગપતિઓની પ્રેરક ઉપસ્‍થિતિ તથા માર્ગદર્શન મળનાર છે. કાર્યક્રમમાં હાજર રહેનાર ઉધોગપતિ શ્રી મયુરધ્‍વજસિંહજી જાડેજા-JMJ ગ્રુપ,   શ્રી સહદેવસિંહજી જાડેજા - જ્‍યોતિ CNC,  શ્રી સહદેવસિંહજી ઝાલા-પર્વ મેટલ  શ્રી નરેન્‍દ્રસિંહજી જાડેજા પ્રમુખશ્રી મેટોડા GIDC  શ્રી અજીતસિંહ જાડેજા - મનહર પિસ્‍ટન રાજકોટ જિલ્લાના યુવા ભાઈઓ તથા બહેનોને  ઉદ્યોગ સાહસિકતા બાબતે જાગળતિ માટે બહોળી સંખ્‍યામાં આ સેમિનારમાં ભાગ લેવા અપીલ  કરવામાં આવી છે. આ કાર્યક્રમમા યુવાઓ સાથે વાલીઓ પણ ઉપસ્‍થિત રહી શકે છે તેમ જણાવાયું છે. (૪.૨૮)

(2:42 PM IST)