તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st October 2024
મનોદિવ્યાંગ દિકરીઓની સંસ્થા એકરંગ ઇન્સ્ટીટયુટ દ્વારા શરદોત્સવની ઉજવણી

રાજકોટ : અહીંના ૮૦ ફુટ રોડ પર અમુલ સર્કલ પાસે આવેલ માનસિક વિકલાંગ દીકરીઓ માટેની સંસ્થા એકરંગ ઇન્સ્ટીટયુટ દ્વારા શરદ પૂનમ નિમિતે ભારતનગર ઝુપડપટ્ટીની દિકરીઓ માટે રાસ ગરબાનું આયોજન કરાયુ હતુ. ચા-નાસ્તાની વ્યવસ્થા સાથે લ્હાણીનું પણ વિતરણ કરવામાં આવેલ. સંસ્થાની મનોદિવ્યાંગ દિકરીઓ, એકરંગ કમલદીપ થેરાપી અને ડે કેર તાલીમ સેન્ટર પર તાલીમ લેવા આવતી મનોદિવ્યાંગ દિકરીઓ સાથે દર રવિવારે રામધૂનમાં ભાગ લેતી ભારતનગર વિસ્તારની ૧૨૫ ગરીબ દિકરીઓએ મનભરીને રાસ ગરબાનો લ્હાવો લીધો હતો. દાતાઓ તરફથી સ્ટીલની ડીશ, સ્ટીલના બાઉલ, ગળામાં પહેરવાનો સેટ, સોનાનો નાકનો દાણો, ફુટ પેકેટ જેવી લ્હાણી અપાઇ હતી. સાથે ગરમા ગરમ સ્ટીમ ઢોકળાની વ્યવસ્થા પણ કરાઇ હતી. સંસ્થાના પ્રમુખ દીપીકાબેન પ્રજાપતિએ આ તકે તમામ દાતાઓનો આભાર વ્યકત કર્યો હતો. સમગ સંચાલન દીપીકાબેનના માર્ગદર્શન હેઠળ હર્ષદ પ્રજાપતિ, હિરાબેન બારીયા, સ્વાતિબેન પરમાર, ધર્મેન્દ્ર બારીયા, ચંચળબેન કોળી, સંગીતાબેન બારીયા, જાગૃતિ પટેલ, આરતી ચૌહાણ, પૂજાબેન જાડેજા, દક્ષાબેન કમાણી, દીલીપભાઇ કમાણી, વિપુલભાઇ ખુંગલા, ભાવનાબેન મોભેરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
(3:11 PM IST)










