તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th October 2024
રાજકોટમાં અષાઢી માહોલ: ચાર કલાકમાં અડધા થી બે ઈંચ વરસાદ : રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
શહેરમાં બપોરના બે થી સાંજના 6:00 વાગ્યા સુધીમાં ફાયરબ્રિગેડના કંટ્રોલરૂમમાં સેન્ટ્રલ ઝોનમાં 57 મી.મી, વેસ્ટ ઝોનમાં 34 મી.મી તથા ઈસ્ટઝોનમાં 14 મી.મી વરસાદ નોંધાયો છે.

રાજકોટ: રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી આમ તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં આસો મહિનામાં પણ અષાઢી માહોલ જામ્યો હોય તેવાં દૃશ્યો સર્જાયાં છે. રાજકોટ શહેરમાં સતત ચાર-પાંચ દિવસથી વરસાદ વરસી રહો છે ત્યારે
રાજકોટમાં બપોરે વીજળીનાં કડાકા-ભડાકા સાથે અડધા થી બે ઈંચ સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસથી વધી ગયેલા ભારે ઉકળાટ બાદ આજે પ્રચંડ ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બપોરના બે થી સાંજના 6:00 વાગ્યા સુધીમાં ફાયરબ્રિગેડના કંટ્રોલરૂમમાં સેન્ટ્રલ ઝોનમાં 57 મી.મી, વેસ્ટ ઝોનમાં 34 મી.મી તથા ઈસ્ટઝોનમાં 14 મી.મી વરસાદ નોંધાયો છે.(તસ્વીર: અશોક બગથરીયા)
(6:49 PM IST)










