તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th October 2024
કલેકટરે બદલીનો એકાએક ગંજીપો ચીપ્યો ૧૮ નાયબ મામલતદારની બદલીઃ અનેક ઉથલપાથલ
રીકવેસ્ટવાળા ફરી રાજકોટમાં: તાલુકા મામલતદાર કચેરીમાં સર્કલની બે નવી જગ્યા આવી

રાજકોટ તા. ૧૭: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ ગત મોડી સાંજે એકાએક રર નાયબ મામલતદારોની બદલીના ઓર્ડરો કરતા હલચલ મચી છે, એકાએક કેમ બદલી થઇ તે ચર્ચાનો વિષય બન્યો છે, અમુક રીકવેસ્ટ વાળાને ફરી રાજકોટમાં પરત લેવાયા છે, તો તાલુકા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફીસરની બે નવી જગ્યા આવતા તે પણ ભરવા અમુક લેવલે બદલીનો ગંજીપો ચીપાયાનું સુત્રોએ ઉમેર્યું હતું.
ખાસ કરીને રાજકોટમાં રહેલા સુભાષ ઉધાડને જેતપુર, ધિરેન્દ્ર પુરોહીતને ઉધાડની જગ્યાએ પૂર્વ વિભાગની મામલતદાર કચેરીમાં, રાજકોટ સીટી પ્રાંત-રના શિરેસ્તેદાર હિતેન્દ્રસિંહ ચુડાસમાને કોટડા સાંગાણીમાં, પヘમિ મામલતદાર કચેરીના હિરેન જોષીને સીટી પ્રાંત-ર માં શિરેસ્તેદાર તરીકે, પヘમિ મામલતદાર કચેરીના મહિરાજસિંહ ઝાલાને પヘમિમાં હિરેન જોષીના સ્થાને, રૂડાના ડિમ્પલ હિંગરાજીયાને તાલુકા મામલતદારમાં તો દિપાલી પરમારને રૂડામાં મૂકવામાં આવ્યા છે

(3:14 PM IST)










