<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

કાલે વિરાણીના મેદાનમાં શરદ પુર્ણિમા રાસોત્‍સવ

મહર્ષિ વાલ્‍મીકી જયંતી નિમિતે યુવા વાલ્‍મીકી સંગઠન રાજકોટ દ્વારા આયોજનઃ રાષ્‍ટ્રીય સફાઇ કામદાર આયોગ કમિશનના ઉપાધ્‍યક્ષ અંજના પવારજીની પ્રેરક ઉપસ્‍થિતિ

રાજકોટઃ યુવા વાલ્‍મીકી સંગઠન રાજકોટ દ્વારા મહર્ષિ વાલ્‍મીકી જયંતી નિમિતે આવતીકાલે તા. ૧૭ ગુરૂવારે શરદ પુર્ણીમા રાસોત્‍સવ ર૦ર૪નું વિરાણી હાઇસ્‍કુલના મેદાનમાં સાંજે પ.૩૦ વાગ્‍યાથી આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં રાષ્‍ટ્રીય સફાઇ કામદાર આયોગ કમિશનના ઉપાધ્‍યક્ષશ્રી અંજના પવારજી, તેમજ પ્રદેશ ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોઘરા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટે. કમીટીના ચેરમેન જૈમીનભાઇ ઠાકર, મનીષભાઇ રાડીયા, (દંડક રાજકોટ મહાનગરપાલીકા), શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ સહીતના ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક કમીટીના પ્રમુખ ગૌતમ ચૌહાણ, યુવા વાલ્‍મીકી સંગઠન, રાજકોટ, પ્રદેશ ઉપાધ્‍યક્ષ, મહાદલીત પરીસંઘ, ગુજરાત સહસંયોજક-અમરેલી , લોકસભા, સફાઇ કામદાર સેલ તેમજ દશરથભાઇ પુરબીયા, રાજકોટ શહેર, વાલ્‍મીકી સમાજના આગેવાન, જીજ્ઞેશભાઇ ચૌહાણ, રીશીભાઇ પરમાર, પિયુષભાઇ તુલસીભાઇ વાઘેલા, યોવનભાઇ મેવાડા, ચંદ્રકાંતભાઇ ચૌહાણ,  સિધ્‍ધાર્થભાઇ સાનીયા, ભરતભાઇ વાઘેલા, ચિરાગભાઇ પરમાર, વિજયભાઇ સોલંકી, પરાગભાઇ જેઠવા, સન્ની પઢીયાર, ભરતભાઇ વાઘેલા, જગદીશભાઇ ઘાવરી, રસીકભાઇ વાઘેલા, તુષાર ચૌહાણ, દિલીપભાઇ મકવાણા, પ્રકાશભાઇ વાઘેલા, પ્રવિણભાઇ વાઘેલા, પટેલશ્રી, સાવન પરમાર, જય ઘાવરી, ધવલભાઇ ગોહેલ, દિપકભાઇ ગાંગાભાઇ વાઘેલા, રાજકોટ શહેર વાલ્‍મીકી યુવા સંગઠન પ્રમુખ તેમજ શંકરભાઇ વાઘેલા વિ. જહેમત ઉઠાવી રહયા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:51 PM IST)