તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th October 2024
પદ્મિનીબા વાળા અને તેના પતિ વચ્ચે ઝઘડાનો વીડિયો વાયરલ :પદ્મિનીબાએ આપી પ્રતિક્રિયા : જુઓ વિડિયો
પદ્મિનીબાએ કહ્યું-'મને છેલ્લા 20 વર્ષથી મારા પતિ દ્વારા હેરાન પરેશાન કરાઈ છે,હું આગળ વધુ છું એ મારા પતિ અને ઘણા લોકોને ગમતુ નથી. તેમણે મને મારા પુત્રને મારવાની કોશિશ કરી હતી. તેમણે 70-80 લાખનું દેવું કર્યું હતું જેના માટે અમે જમીન અને ઘરેણા વેચી નાખ્યા છતાં તેમણે અમારી કદર ન કરી

રાજકોટમાં લોકસભાની ચૂંટણીમાં ચર્ચામાં આવેલા ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. રાજકોટમાં રેલનગરમાં તેમના નિવાસ્થાને પદ્મિનીબા અને તેમના બાળકો સાથે પતિ ગિરિરાજસિંહ ઉગ્ર બોલાચાલી કરી રહ્યા હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. દંપતિ વચ્ચેનો ઝઘડો ઘરની બહાર થયો હતો. આ વીડિયોમાં બંને એકબીજા સામે ઉગ્ર બોલાચાલી કરતા જોવા મળી રહ્યા છે તેમજ ગિરિરાજસિંહ પદ્મિનીબાને અપશબ્દો બોલતા નજરે દેખાય છે. ત્યારે હવે આ વીડિયોને લઈને પદ્મિનીબા વાળાની પ્રતિક્રિયા સામે આવી છે.
રાજકોટમાં ગઈકાલે પદ્મિનીબાના અને પતિ વચ્ચે ઝઘડો થયો હતો. પારિવારિક ઝઘડો રસ્તા સુધી પહોંચી ગયો હતો. ત્યારે દંપતિ વચ્ચેના ઝઘડાના વાયરલ થયેલા વીડિયો પર પદ્મિનીબાએ પ્રતિક્રિયા આપતા પતિ સામે અનેક આક્ષેપો લગાવ્યા હતા. જેમાં પતિ ગિરિરાજસિંહ દ્વારા હેરાન કરાતા તેમજ ઘરેલુ હિંસાના પણ લગાવ્યા આરોપનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત પદ્મિનીબાએ જણાવ્યું હતું કે 'મને છેલ્લા 20 વર્ષથી મારા પતિ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે. હું આગળ વધુ છું એ મારા પતિ અને ઘણા લોકોને ગમતુ નથી. તેમણે મને મારા પુત્રને મારવાની કોશિશ કરી હતી. તેમણે 70-80 લાખનું દેવું કર્યું હતું જેના માટે અમે જમીન અને ઘરેણા વેચી નાખ્યા છતાં તેમણે અમારી કદર ન કરી. મારી વાઈફ તરીકે જેટલી ફરજ હતી તેટલી નિભાવી હવે હું મારા બાળક માટે જીવવા માંગુ છું. મારે કોઈ પોલીસમાં ફરિયાદ નથી કરવી નથી અને જો એ કરશે તો તેમને જવાબ આપીશ.'
(1:13 PM IST)










