<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

સૌરાષ્‍ટ્ર જીનર્સ એસોસીએશન ગુજરાત-ઇન્‍ડીયા દ્વારા કાલે ૧૦મી વાર્ષિક જનરલ મીટીંગ

જીનીંગ ઉદ્યોગના પ્રશ્નો અને તેનું નિવારણ સહિતના અંગે ચર્ચા-માર્ગદર્શન

રાજકોટ : સૌરાષ્‍ટ્ર જીનર્સ એસોસીએશન ગુજરાત ઇન્‍ડીયા દ્વારા ૧૦ મી વાર્ષિક જનરલ મીટીંગ આવતીકાલે તા.૧૩ ના રવિવારે સવારે ૮.૩૦ થી બપોરે ૧.૩૦ વાગ્‍યા સુધી રૈયા રોડ ઉપર આવેલ પ્રમુખ સ્‍વામી ઓડોટોરીયમ ખાતે યોજાયેલ છે.

સૌરાષ્‍ટ્રના જીનર્સભાઇઓની પરસ્‍પર આત્‍મીયતા વધે તેવા શુભ આશયથી આયોજીત આ મીટીંગમાં જીનીંગ ઉદ્યોગના પ્રશ્નો અને તેના નિવારણ માટે તેમજ બધાને ઉપયોગી થઇ શકે તેવા અનેકવિધ મુદ્‌ા પર વિચાર માર્ગદર્શન લેવામાં આવશે.

ભારતના તેમજ વૈશ્વીક રૂના ઉત્‍પાદન તેમજ વપરાશ અંગેની માહીતી રજુ કરતા તેમજ રૂના ભાવની વધઘટને અસર કરતા આંતરરાષ્‍ટ્રીય બજારના પ્રવાહોને પ્રેઝન્‍ટેશનરૂપે રજુ કરવામાં આવશે.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે આર.આર.વિનોદ (પ્રેસીડેન્‍ટ સીનટેક્ષ ઇન્‍ડસ્‍ટ્રીઝ લી.), જયેશભાઇ પટેલ (વાઇસ પ્રેસીડેન્‍ટ સ્‍પીનીંગ એશોસીએશન ગુજરાત) રીપલભાઇ પટેલ (વાઇસ પ્રેસીડેન્‍ટ સ્‍પીનીંગ એશોસીએશન ગુજરાત) આકાશભાઇ શાહ (પ્રેસીડેન્‍ટ ગુજકોટ ટ્રેડ એસોશીએશન) ચતુરભાઇ પટેલ (પ્રેસીડેન્‍ટ કોટન સીડ ક્રશર એસોસીએશન) શુભમ શુકલા (બ્રાન્‍ચ મેનેજર સીસીઆઇ રાજકોટ) દિપાલી પલાવત (સિનીયર ડેપ્‍યુટી ડાયરેકટર અટીરા) ઉપસ્‍થિત રહેશે.

આયોજનમા સૌરાષ્‍ટ્ર જીનર્સ એસો.ના પ્રમુખ અરવિંદભાઇ પાણ મો. ૯૮રપ૦ ૭૬૦પ૦, ઉપપ્રમુખ સંદીપભાઇ શાહ, જયંતીભાઇ પટેલ, સંજયભાઇ હેરમા, મંત્રી હિતેશભાઇ રૂધાણી મો. ૮૦૦૦૮ ૦૩૨૦૦ જોડાયા છે.  (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:16 PM IST)