તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th October 2024
પ્રજાપતિ અમૃત કન્યા છાત્રાલયની બાળાઓ દ્વારા કાલે રાસોત્સવ

રાજકોટઃ આવતીકાલે તા. ૧૩ રવિવારે પંચવટી મેઇન રોડ ઉપર આવેલ અમૃત કન્યા છાત્રાલયની બાળાઓ દ્વારા રાસોત્સવ અને સાંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન થયેલ છે. જેમાં નિવૃત સીનિયર જજશ્રી કાંતિભાઇ વેગડ જામનગરના જજશ્રી કાજલબેન ધોકિયા, નેતા શાસક પક્ષ ભાજપ રાજકોટ ના લીલુબેન જાદવ અને એન. આર. આઇ. વૃજલાલભાઇ ગઢીયા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મહેમાનોના વરદ્ હસ્તે આશરે ૧૫૦ બાળાઓને ચાંદીનો સેટ (ચેન, બુટ્ટીઅને પેન્ડલ) પ્રોત્સાહન ઇનામ સ્વરૂપે અર્પણ કરવામાં આવનાર છે. તેમ ટ્રસ્ટના પ્રમુખશ્રી કે.બી. પાનખાનીઆની યાદીમાં જણાવેલ છે.
(2:23 PM IST)










