તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Saturday, 12th October 2024
દાંડીયા સજાવટ- આરતી સજાવટ અને ગરબા સુશોભન

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે નવરાત્રી નિમિતે દાંડીયા સજાવટ- આરતી સજાવટ અને દાંડીયા સુશોભન સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. જેમાં ૩૦૦ જેટલી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેના પરિણામો જાહેર થતા આરતી સજાવટમાં પ્રાથમિક વિભાગમાં જોષી પરમ, શેખ અલીશા, દેવનાથ દિવ્યા, મજલ ડેનિશ, સોમનાથ દિશા, પરમાર રોશની તેમજ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મકવાણા હેત્વી, મુછડીયા દિશા, જૈસ પુષ્પાંજલી, શર્મા ખુશી, પરમાર નિરાલી, બાવળીયા આકાશ વિજેતા બનેલ. જયારે ગરબા શણગાર સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં વખારીયા સાર્થક, પઠાણ અક્ષા, મકવાણા જેનીશ, પાઠક પ્રિયાંશી, લાઠીયા વૈભવી, ડાભી મહેક અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શેઠ નસીફા, બથવાર બંસી, જીંજરીયા નેહા, લોહીયા માહી, ભોજાણી શ્વેતા, રાખશીયા ગૌતમ વિજેતા બનેલ. દાંડીયા શણગાર સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં વાડીલાલ રાબીયા, વિશ્વકર્મા મુસ્કાન, ભેંસાણિયા હર્ષિલ, કુરેશી ઇકરા, કાઠીયા પ્રિયંકા, અજાગીયા વિધી તેમજ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સિધ્ધપુરા જાનવી, સોલંકી શિવાક્ષી, બોઇ પ્રિત, પ્રજાપતિ ગુડિયા, ધમનાની શિવમ, સજનાણી હીર વિજેતા બન્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોષી, ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી, શાળાના આચાર્યશ્રીએ ઉપસ્થિત રહી ઇનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા. સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા ડો. અલ્પનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સદ્દગુરૂ વિદ્યાલયના આચાર્યાશ્રી તૃપ્તિબેન જોષી, જગદ્દગુરૂ વિદ્યાલયના આચાર્યશ્રી ભાવનાબેન જોષી તથા સદ્દગુરૂ બાલમંદિરના આચાર્યશ્રી કૃપાલીબેન મકવાણા અને સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.
(2:22 PM IST)










