તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th October 2024
નવરાત્રીમાં ખીચડી-કઢીની નવી ૯ પ્રોડકટ લોન્ચ કરતા જગદીશ જેઠવા
‘ખીચડી' એ ગરીબ કે બીચારી નથી પણ મોટો વૈભવ છે :‘પ્યોર ફુડ મસાલા ખીચડી’ અને ‘પ્યોર ફુડ ગુજરાતી કઢી’ ઍવા ઇન્સ્ટન્ટ બની શકે તેવા રેડી ટુ કૂક ખીચડી અને કઢીના પેકેટ બહાર પાડયા બાદ હવે સહજ ખીચડી, દાલ ખીચડી, ફરાળી ખીચડી, કોડો મિલેટ ખીચડી, ફરાળી ગુજરાતી કઢી, કાંગની કઢી, મસાલા પુલાવ, જીરા રાઇસ, ફોકસટેલ મિલેટ ખીચડી

રાજકોટ, તા. ૧૦ : આપણા ભોજનમાં સામાન્ય રીતે ખીચડી અને કઢી એ સામાજિક સમરસતા જેવી રસદાર, કસદાર અને દમદાર વાનગી ગણાય છે. ભારતનું લગભગ એવું કોઇ ઘર નહીં હોય જયાં ખીચડી ન બનતી હોય. હા..! તેને બનાવવાની રીત કદાચ અલગ હોઇ શકે પણ વસ્તુ તો એક જ બને અને તે છે ખીચડી. ખીચડી એ ગરીબ કે બીચારી નથી પણ મોટો વૈભવ છે. ખીચડી ને હથીયાર બનાવી લોકોને જંકફુડ માંથી પારંપરિક ફુડ તરફ વાળવાનું બીડું ઝડપનાર ધોરાજી તાલુકાના મૂળ પાટણવાવના અને હાલ વડોદરા સ્થાઇ થયેલા જગદીશભાઇ જેઠવાએ વર્ષોથી ખીચડીને જીવન સમર્પિત કર્યું છે અને હવે તેઓએ નવલાં નોરતામાં ખીચડી કઢી ની નવી નવ પ્રોડક્ટ લોન્ચ કરી છે. જગદીશભાઇએ ‘પ્યોર ફુડ મસાલા ખીચડી' અને ‘પ્યોર ફુડ ગુજરાતી કઢીઙ્ખ એવા ઇન્સ્ટન્ટ બની શકે તેવા રેડી ટુ કૂક ખીચડી અને કઢીના પેકેટ બહાર પાડ્યા બાદ ખીચડી કઢીની વિવિધ સ્વાદિષ્ટ વેરાઇટીની નવ પ્રોડક્ટ તેઓ લઇને માર્કેટમાં આવ્યા છે.
જગદીશભાઇ જેટવાએ જણાવ્યું હતુ કે, પ્યોર ફુડ મસાલા ખીચડી અને ગુજરાતી કઢીનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે. અમે અમારી સખત મહેનતથી ખીચડીને ઉપર લાવ્યા છીએ. એટલે હવે નવરાત્રીમાંજ અમે પ્યોર ફુડ દ્વારા લોકો માટે હેલ્ધી સ્વાદ સાથે નવ પ્રોડક્ટ એક સાથે માર્કેટમાં ત્રીજા નોરતાથીજ લોન્ચ કરી છે. જેમાં (૧) સહજ ખીચડી (૨) દાલ ખીચડી (૩) ફરાળી ખીચડી (૪) કોડો મિલેટ ખીચડી (૫) ફરાળી ગુજરાતી કઢી (૬) કાંગની કઢી (૭) મસાલા પુલાવ (૮) જીરા રાઇસ (૯) ફોક્સટેલ મિલેટ ખીચડી.. આમ પ્યોર ફુડ મસાલા ખીચડી અને ગુજરાતી કઢી સહિત કુલ ૧૧ આઇટમનો સેટ પણ અમે ઉપલબ્ધ કરાવ્યો છે. આ તમામ પ્રોડક્ટ ઇનસ્ટન્ટ બનાવી શકાય છે. જેથી વિદ્યાર્થીઓ, નોકરી કરતા દંપતિઓ, વડિલો માટે આશીર્વાદરૂપ સાબીત થાય છે.
જગદીશભાઇએ જણાવ્યું હતું કે, આપણા પ્રાચીન ભારતના રસોડામાં પહેલા સ્વાદ સાથે સ્વાસ્થ્ય હતું. આજે તે વિસરાઇ રહ્યું છે ત્યારે અમે પ્રાચીન ભારતની વિસરાઇ ગયેલી વાનગીઓનો વારસો ફરી જીવંત કરવા છેલ્લા ૧૦ વર્ષ થી પ્રયત્ન કરી રહ્યા છીએ. ભારતીય બજારમાં ખીચડી અને કઢીનો નેચરલ દુર્લભ સ્વાદ અમે ઉપલબ્ધ કરાવ્યો છે. આ ખીચડી અને કઢી ઇન્સ્ટન્ટ બની શકે છે. એક પેકેટમાંથી આખો પરિવાર જમી શકે છે. આ ખીચડી અને કઢી ના પેકેટ છ મહિના ટકે છે. નોંધનીય છે કે આ પ્રાકૃતિક અને સાત્વિક ખોરાક એવા ખીચડી અને કઢીમાં સંપૂર્ણપણે ભારતીય મસાલાનો જ ઉપયોગ કર્યો છે. કોઈપણ પ્રકારનું કેમિકલ કે આર્ટિફિશિયલ ફલેવર તેમાં ઉમેરવામાં આવ્યા નથી. આ ૧૧ આઇટમના સેટની કિંમત રૂ. ૮૪૮ રખાઇ છે. આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ છે. કોઇપણ વ્યક્તિ ઓર્ડર આપી મંગાવી શકે છે જેનો કોઇ કુરિયર ચાર્જ લેવામાં આવતો નથી. આ તમામ પ્રોડક્ટ ૫૦ ગ્રામ થી લઇ ૨૦૦ ગ્રામ સુધીના પેકમાં મળે છે. જગદીશભાઇ કહે છે, ખીચડી-કઢીનું આ સ્ટાર્ટઅપ લોકોને સ્વસ્થ્યમાં મદદરૂપ બનશે. જો કોઇ છુટક પેકેટ લે તો રૂ. ૩૫ થી રૂ. ૧૨૦ સુધીમાં ખીચડી-કઢીમાં જોઇએ તે પેક મળી જાય છે. જગદીશભાઇ જેઠવાની આ સ્વાદીષ્ટ ખીચડીથી પ્રેરાઇ વડોદરામાં ઘણાખરા બાળકો પણ જંક ફુડ મૂકી ખીચડી તરફ વળ્યા છે.
ખીચડી ખાવામાં સ્વાદિષ્ટ અને પચવામાં હલકી હોય છે. આ ખીચડી બાળકો થી લઇ વૃધ્ધો સુધી તમામ માટે ફાયદાકારક છે. આ પ્યોર ફુડ ખીચડી માં શરીરને સમતોલ રીતે પોષક દ્રવ્યો મળી રહે તે પ્રકારના ‘ઓર્ગેનિક' પેસ્ટીસાઇડ વગરના ધાન્ય નો ઉપયોગ કર્યો છે. જગદીશભાઇ કહે છે, આનાથી ઘણા ફાયદા છે. જેમકે ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ થાય જેથી પ્રાકૃતિક ખેતીને વેગ મળે ખેડૂતોને રોજગારી મળે, પ્રાકૃતિક ખેતીથી ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી કરી શકાય. વધુમાં જે લોકો ગાય આધારીત ખેતી કરે છે તેને પ્રોત્સાહન મળે અને આપણે ગૌ માતા ને પણ બચાવી શકીએ.
આ ઇનસ્ટન્ટ ખીચડીની વિદેશમાં પણ એટલીજ માંગ છે. જગદીશભાઇએ બે ટન ખીચડી તાજેતરમા અમેરિકા મોકલી હતી. વિદેશ જતા લોકો પણ આ સ્વાદિષ્ટ ઇનસ્ટન્ટ ખીચડી ખુબજ લઇ જાય છે. ઉપરાંત નોકરીયાત, સ્ટાર્ટઅપ કરતા વિદ્યાર્થીઓ માટે સહાયભૂત સાબીત થયા છે. જગદીશભાઇ કહે છે, રોજગારલક્ષી બહેનો ગુજરાતમાં રહી આ ખીચડી કઢીની વિવિધ પ્રોડક્ટ વેંચી પગભર બની શકે છે. આ ઉપરાંત જગદીશભાઇ આ વિવિધ ખીચડી-કઢી પ્રોડક્ટની ડિલરશીપ જીલ્લા-તાલુકા લેવલે આપવા ઇચ્છે છે. ટુંક સમયમાં તેઓ ગિરનારી ખીચડી, પાલક ખીચડી સહિત અન્ય ૬ પ્રકારની ખીચડી પણ બજારમાં લાવવાના છે. ભવિષ્યમાં જગદીશભાઇને ખીચડી ટુરીઝમ બનાવવાનિ ઇચ્છા છે.
-: સંપર્ક :-
ખીચડી મેળવવા અને વિશેષ જાણકારી માટે
જગદીશભાઇ જેઠવા મો. ૯૦૯૯૯૧૮૨૭૦
પર સંપર્ક કરી શકાય છે.
જગદીશભાઇએ બનાવ્યું છે ખીચડી પર ગીત...
ખીચડીને વિશ્વસ્તરે પ્રસિધ્ધ કરનાર વડોદરાના જગદીશભાઇ જેઠવાએ ખીચડી પર પહેલીવાર ગીત બનાવ્યું છે. એટલેકે ગીત સંગીતના માધ્યમથી પણ લોકો આ આરોગ્યપ્રદ ખીચડીને જાણે અને ભાણે લે તેવો પ્રયત્ન કર્યો છે. ખીચડી ગીત લોકોમાં ખુબજ પ્રસિધ્ધ થયું છે. નાના થી લઇ મોટા સહુ કોઇ આ ગીતને માણે છે અને સાથે વિવિધ પ્રકારની ખીચડી કઢીનો સ્વાદ પણ માણે છે. આ ગીતમાં ખીચડીના ફાયદા અને જગદીશભાઇએ અત્યાર સુધી ખીચડી માટે કરેલી મહેનતનું વર્ણન કરાયું છે.
તમામ પ્રોડક્ટ ઇનસ્ટન્ટ બનાવી શકાય છે. જેથી વિદ્યાર્થીઓ, નોકરી કરતા દંપતિઓ, વડિલો માટે આશીર્વાદરૂપ
વિવિધ ખીચડી-કઢી પ્રોડક્ટની ડિલરશીપ જીલ્લા-તાલુકા લેવલે આપવા ઇચ્છા
ટુંક સમયમાં ગિરનારી ખીચડી, પાલક ખીચડી સહિત અન્ય ૬ પ્રકારની ખીચડી પણ આવશે
દાઢ ડળકાવતી ખીચડી-કઢીની વિવિધ વેરાઇટી..
(૧) સહજ ખીચડી : આ ખીચડીમાં વિરપુરના જલારામબાપાના મંદિરમાં બનતી ખીચડી જેવો સ્વાદ અપાયો છે. પ્યોર ફૂડ દ્વારા સહજ ખીચડી એક સરળ, આરોગ્યપ્રદ વાનગી છે. જે બાળકો અને વૃદ્ધ લોકો માટે યોગ્ય છે કારણ કે તે બિન-મસાલેદાર અને પચવામાં સરળ છે. આ ખીચડી ચોખા અને દાળ સાથે બનાવવામાં આવે છે જે હળવા છતાં ભરપૂર ભોજનનો વિકલ્પ આપે છે.
(૨) મસાલા ખીચડી : પ્યોર ફુડ દ્વારા બનાવેલ પ્રિય ભારતીય વાનગી છે. આ સ્વાદિષ્ટ ભોજન ચોખા, દાળ અને જીરૂં, ધાણા અને ગરમ મસાલા સહિત ભારતીય મસાલાની સમૃદ્ધ ભાતનું જીવંત મિશ્રણ છે. તમામ ઉંમરના લોકો માટે પરફેક્ટ આ વાનગી સ્વસ્થ અને આરામદાયક બંને છે. જે પોષણ અને સ્વાદનું સંતોષકારક મિશ્રણ પ્રદાન કરે છે.
(૩) દાળ ખીચડી : દાળ ખીચડીએ ઘરેલું છતાં સ્વાદિષ્ટ ભોજન છે. તે તમારા રસોડામાં મૂંગ દાળ, તુવેર દાળ, ચોખા અને સામાન્ય ભારતીય મસાલા જેવા મૂળભૂત ઘટકો સાથે બનાવવામાં આવે છે. આમાં સરસવના દાણા, જીરૂં, લસણ અને એક ચપટી હિંગ સાથે રેસ્ટોરન્ટ-શૈલીના તડકા ઉમેરવામાં આવે છે જે તેને અતિ સ્વાદિષ્ટ બનાવે છે. આ એક પરફેક્ટ કમ્ફર્ટ ડીશ છે જેને ઘરે સરળતાથી બનાવી શકાય છે પરંતુ તેનો સ્વાદ તમે રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરશો તેવો છે. સ્વાદના વિસ્ફોટ સાથે એક સરળ, હૂંફાળું ભોજન!
(૪) ફરાળી ખીચડી : આ પ્યોર ફૂડ દ્વારા ફરાળી ખીચડી છે જે ઉપવાસ માટે એક આદર્શ ભોજન છે. બાજરી વડે બનાવેલ અને તેમાં લસણ કે ડુંગળી નથી. હળવી, આરોગ્યપ્રદ વાનગી જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. જે પૌષ્ટિક ઘટકોને આભારી છે. જેઓ ઉપવાસ દરમિયાન હળવો, પચવામાં સરળ ખોરાક પસંદ કરે છે અથવા મજબૂત સ્વાદ વિના કંઈક સ્વસ્થ ઈચ્છે છે તેમના માટે આ યોગ્ય છે. આ રાંધવા માટે તૈયાર ખીચડી અનુકૂળ અને પૌષ્ટિક બંને છે જે કોઈપણ મુશ્કેલી વિના સંતોષકારક ભોજન આપે છે અને સાથે સાથે એકંદર સુખાકારીમાં પણ વધારો કરે છે.
(૫) કોડો મિલેટ ખીચડી : આ કોડો મિલેટ ખીચડી જે પ્યોર ફૂડ દ્વારા બનાવવામાં આવતી એક આરોગ્યપ્રદ ભારતીય વાનગી છે. ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર આ સ્વાદિષ્ટ ભોજનમાં જીરું, હળદર અને આદુ જેવા સુગંધિત ભારતીય મસાલા સાથે રાંધવામાં આવેલ કોડો બાજરી છે. ઘણીવાર ગાજર અને વટાણા જેવા શાકભાજી સાથે જોડવામાં આવે છે. તે સ્વાદિષ્ટ, પૌષ્ટિક અનુભવ આપે છે. નોંધનીય રીતે, કોડો બાજરીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે આ ખીચડીને ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે અને બ્લડ સુગરનું સ્તર સ્થિર રાખવામાં મદદ કરે છે.
(૬) ગુજરાતી કઢી : પ્યોર ફૂડ દ્વારા બનાવવામાં આવતી લોકપ્રિય ભારતીય વાનગી છે. તે એક જાડી, છાશ આધારિત કઢી છે જે તેના મીઠા અને તીખા સ્વાદ માટે જાણીતી છે. ચણાના લોટ અને મસાલાઓથી બનેલી કઢીને કરી પત્તા, ડુંગળી અને અન્ય ભારતીય મસાલાઓથી ભેળવવામાં આવે છે. ગુજરાતી કઢીનો અનોખો સ્વાદ ગોળ અથવા ખાંડ જેવા મીઠાશના ઉમેરાથી આવે છે જે સંતુલનને સંપૂર્ણ રીતે સંતુલિત કરે છે.
(૭) ફરાળી ગુજરાતી કઢી : પ્યોર ફૂડ દ્વારા બનાવવામાં આવતી એક ખાસ ભારતીય વાનગી છે જે ઉપવાસ માટે યોગ્ય છે. તે એક જાડી, છાશ આધારિત કઢી છે જે ફરાળી લોટ, રોક મીઠું, જીરું, મગફળીનો પાઉડર અને અન્ય ભારતીય મસાલા વડે બનાવવામાં આવે છે. કઢી એક આહલાદક મીઠો અને તીખું સ્વાદ આપે છે, જે તેને સ્વાદિષ્ટ અને સંતોષકારક ભોજન બનાવે છે. ઉપવાસ માટે આદર્શ, તે ઘટકોનો ઉપયોગ કરે છે જે ઉપવાસના સમયગાળા દરમિયાન માન્ય છે. ક્રીમી ટેક્સચર, મીઠા અને ટેન્ગી સ્વાદો સાથે જોડાયેલું છે જે ઉપવાસ માટે શ્રેષ્ઠ છે.
(૮) સ્પાઇસી કઢી : આ મસાલેદાર એટલેકે સ્પાઇસી કઢીનો છાશ આધારિત સ્વાદથી ભરપૂર છે. ચણાના લોટ અને મસાલાના મિશ્રણથી બનેલી કઢીને કરી પત્તા, ડુંગળી અને અન્ય ભારતીય મસાલાઓથી ટેમ્પર કરવામાં આવે છે. તે એક મસાલેદાર ભોજન છે જે યુવા પેઢીને સાદી પણ તંદુરસ્ત વાનગીમાં મસાલાનો સ્વાદ પસંદ છે તે માટે યોગ્ય છે. ક્રીમી, ટેન્ગી ફલેવર તેને સંતોષકારક વિકલ્પ બનાવે છે જે ચોખા અથવા રોટલી સાથે સારી રીતે જોડાય શકે છે.
(૯) ફોક્સટેલ મિલેટ કઢી : છાશ આધારિત કરી સ્વાદથી ભરપૂર. ચણાના લોટ અને મસાલાના મિશ્રણથી બનેલી, કઢીને કરી પત્તા, ડુંગળી અને અન્ય ભારતીય મસાલાઓથી ટેમ્પર કરવામાં આવે છે. અલગજ પ્રકારનો સ્વાદ આપે છે. લોકો ખુબ પસંદ કરે છે.
(૧૦) મસાલા પુલાવ : આ મોંમાં પાણી આપનાર મસાલા પુલાઓ કુદરતી મસાલાઓ અને વટાણા, ગાજર અને લીલા કઠોળ જેવા તાજા શાકભાજીથી ભરેલી એક જીવંત ભારતીય ચોખાની વાનગી છે. જીરું, સરસવના દાણા, તજ અને લવિંગથી પકવેલા, સુગંધિત પીળા ચોખા સ્વાદથી છલોછલ છે. તમે માત્ર ૫ મિનિટમાં આ સ્વાદિષ્ટ, આરામદાયક ભોજનને બનાવી શકો છો! સંતોષકારક લંચ અથવા રાત્રિભોજન માટે યોગ્ય છે.
(૧૧) જીરા રાઇસ : આ જીરા રાઇસ બાળકોને તેમજ મોટાને ખુબ ભાવે છે. તે એક સરળ છતાં સ્વાદિષ્ટ ભોજન છે. જે ઝડપી અને સરળ રાત્રિભોજન માટે યોગ્ય છે. ચોખાને આખા જીરા સાથે રાંધવામાં આવે છે. જે તેને ગરમ સુગંધિત સ્વાદ આપે છે. જીરૂં તેના પાચન ગુણધર્મો માટે જાણીતું છે. જે આ વાનગીને માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ તમારા આંતરડા માટે પણ સારું બનાવે છે. આ એક હળવો અને સ્વાદિષ્ટ વિકલ્પ છે જે લગભગ કોઈપણ કઢી અથવા દાળ સાથે સારી રીતે જોડાય છે અને રોજિંદા ભોજન માટે યોગ્ય છે.
(3:38 PM IST)










