News of Friday, 11th October 2024
મહિલા પોલીસ, ઉત્તર પુર્વ વિભાગ, ભકિતનગરની શી ટીમો દ્વારા ગરબીઓમાં મહિલા જાગૃતિ અભિયાનને વેગ અપાયો

રાજકોટઃ શહેરમાં નવરાત્રી દરમિયાન અલગ અલગ ઝોન, પોલીસ સ્ટેશનોની શી ટીમો દ્વારા મહિલા જાગૃતિની કામગીરી કરવામાં આવી છે. તે અંતર્ગત ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રાચીન ગરબી ખાતે સાયબર અવેરનેસ, ૧૦૦ નંબર, અભિયમ હેલ્પલાઇન ૧૮૧, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ વિશે સમજ અપાઇ હતી. જ્યારે કુવાડવાની ગરબીમાં મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમે મહિલા જાગૃતિની કામગીરી કરી બાળાઓ, યુવતિઓને વિસ્તૃત સમજ આપી હતી. આ ઉપરાંત ઉત્તર વિભાગની શી ટીમ દ્વારા ભગવતીપરા મેઇન રોડની વિહોત ગરબી ખાતે, બેડી રોડ પર સુખસાગર હોલ પાસે નવદુર્ગા ગરબી મંડળ ખાતે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પૂજા યાદવ, એસીપી આર. એસ. બારીયા, પીઆઇ બી. ટી. અકબરી, પીઆઇ એમ. એમ. સરવૈયાની રાહબરીમાં શી ટીમના કર્મચારીઓ વર્ષાબેન, જાગૃતિબેન, દક્ષાબેન, વિમલબેન, ખુશાલીબેન, નાજીયાબેન, ભુમિબેન, ભુરૂભા, શિલ્પાબેન, સરસ્વતીબેન, ગજેન્દ્રસિંહ, જીજ્ઞાબેન સહિતે આ કામગીરી કરી હતી.
(3:31 PM IST)










