તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 10th October 2024
ધમાકેદાર આયોજન, ખેલૈયાઓનો અદમ્ય ઉત્સાહ થકી જમાવટ કરતો જૈનમ્ કામદાર નવરાત્રી મહોત્સવ
લેઝર શો વીથ ડી. જે. માણી મંત્રમુગ્ધ થયા ખેલૈયાઓ-દર્શકો-આમંત્રીતો

રાજકોટઃ જૈનમ કામદાર રાસોત્સવ ખાતે સાતમાં નોરતે લેઝર શો વીથ ડી.જે. નું આયોજન કરવામાં આવ્યુ હતું, જેનો મન મુકીને આનંદ હાજર સૌએ માણેલ હતો. સાથે હાલનાં ટે્રન્ડ ને અનુરૂપ અવનવા ગીતો સાથે જુના ગીતોની રીમીક્ષ દ્વારા સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ તેની ચરમસીમા ઉપર હતો. ટીમ લેઝર મામા દ્વારા આયોજીત લેઝર શો તેમજ ડી.જે. રોનક દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં જયભાઈ ખારાનો સહયોગ પ્રાપ્ત થયેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
મુખ્ય અતિથિ પરિવાર તરીકે જે.વી.એસ. ડેવલોપર્સ તથા નીમીશભાઈ મહેતા પરિવારનાં સભ્યો, જીતુભાઈ કોઠારી પરિવાર, વિભાશભાઈ શેઠ પરિવાર, સુજીતભાઈ ઉદાણી પરિવારનાં સભ્યો દીલીપભાઈ ઉદાણી, ધીમંતભાઈ કોઠારી, કૌશીકભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી, ઝરણાબેન શેઠ, મીહીરભાઈ શેઠ, દીપ્તીબેન કોઠારી, હસ્તી કોઠારી, વિભાશભાઈ શેઠ, સુજીતભાઈ ઉદાણી, રશ્મીભાઈ મહેતા, ખુશ્બ્ુાબેન મહેતા, અભિશેકભાઈ મહેતા, ઈશીતાબેન મહેતા, અલ્પેશ મકવાણા, મયુરભાઈ મકવાણા, અશોકભાઈ લાલાણી, બકુલભાઈ દોશીને વિન્ટેજ કારમાં બેસાડીને ઢોલ નગારા સાથે ગ્રાઉન્ડમાં આવેલ નયનરમ્ય માં જગદંબાનાં મંદિર ખાતે આરતી ઉતારવા લઈ જવાયા હતા. તમામ પરીવારનાં સભ્યોએ માં જગદંબાની આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. વંદે માતરમ, રાષ્ટ્રગીત સમયે તીરંગા ઝંડા સાથે પણ જોડાયા હતા અને રાષ્ટ્રભકિતની ભાવના ઉજાગર કરેલ હતી. મુખ્ય અતિથી અને સહયોગી એવા જે.વી.એસ. ડેવલોપર્સ તથા નિમિશભાઈ મહેતાનાં પરિજનોનું વિશેષ સ્મળતિ ચિન્હ આપી અદકેરું સન્માન કરવામાં આવેલ હતું.
જૈનમ્ કામદાર રાસોત્સવમાં સર્વશ્રી ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, એડીશ્નલ કલેકટર ચેતનભાઈ ગાંધી, જૈન શ્રેષ્ઠી જીતુભાઈ બેનાણી, મધુરમ હોસ્પિટલનાં ડો.હેમાંગભાઈ વસાવડા, રાજકોટ બિલ્ડર એસોસીએશનનાં પ્રમુખ પરેશભાઈ ગજેરા, શિવશકિત ટ્રાવેલ્સ ગ્રુપ તથા વોર્ડ નં.૧૦ નાં કોર્પોરેટર નિરુભા વાધેલા, શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમભાઈ પુજારા, વર્ધમાન બલ્ડિર ગ્રુપનાં કેતનભાઈ પટેલ, રોનફેનસ્ટર ગ્રુપનાં બિલ્ડર છગનભાઈ બ્ુાસા, જાણીતા ધારાશાષાી અનીલભાઈ દેસાઈ અને કમલેશભાઈ શાહ, બલ્ડિરો સર્વશ્રી ધર્મેશભાઈ જીવાણી, રણધીરસિંહ જાડેજા, પળથ્વીસિંહ રાણા, જનેશભાઈ અજમેરા, કમલેશભાઈ લાલ, બહ્મ સમાજ પ્રમુખ દર્શિતભાઈ જાની, જામનગર ઉદાણી કુટુંબનાં પમુખ નેમિષભાઈ ઉદાણી, જામનગર નાત પ્રમુખ શશીભાઈ ઉદાણી, આર.એસ.એસ.નાં રમેશભાઈ શિંગાળા, રાજુભાઈ પરમાર, અંબરીશભાઈ ત્રાંબડીયા, કેતનભાઈ વસા, વૈશાલીબેન કાનગડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગઈકાલથી રોજ જે પણ સિઝન પાસ હોલ્ડર ખેલૈયાઓ રાત્રે ૯.૨૦ કલાક સુધીમાં ગ્રાઉન્ડ ઉપર હાજર થયેલા હતા તેમને કુપન આપવામાં આવેલ પહેલા બેક દરમ્યાન આ કુપન પૈકી એક લક્કી ડ્રો યોજવામાં આવેલ અને આ લક્કી ડ્રો માં ૧૦ વિજેતા ખેલૈયાઓને ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
સાતમાં નોરતે રાસોત્સવમાં બેસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં પ્રથમ અમન કોઠારી, બીજા નંબરે રક્ષીત વોરા, ત્રિજા નંબર સિઘ્ધાર્થ દોશી જ્યારે પ્રિન્સેસ તરીકે પ્રથમ યેશા શાહ, બીજા ક્રમે ડીમ્પલ વોરા, અને ત્રિજા ક્રમે કળપાલી શેઠ તેમજ કીડ્સ માં પ્રીન્સ તરીકે પ્રથમ નંબરે હીતેન દોશી, બીજા નંબરે જૈનમ પાટડીયા, ત્રિજા ક્રમે રીહાન હપાણી અને કીડસ પ્રીન્સેસ તરીકે પ્રથમ ક્રમે રીયા બારભાયા, બીજા નંબરે કેશ્વી મહેતા, ત્રિજા નંબરે માહી હપાણી વિજેતા બન્યા હતા.
ઉપરાંત વેલડ્રેસ પ્રિન્સમાં પ્રથમ નંબરે પ્રિન્સ દફતરી, બજાિ નંબરે રાજ ઉદાણી, ત્રિજામાં પરીન હેમાણી અને વેલડે્રસ પ્રિન્સેસમાં પ્રથમ નંબરે ડીમ્પી મહેતા, બીજા નંબરે વિદીશા કોઠારી અને ત્રીજા નંબરે અમી કોઠારી ઉ૫રાંત વેલડે્રસ કીડ્સ પ્રિન્સ તરીકે પ્રથમ નંબરે મોક્ષ ગાંધી, બીજા નંબરે પ્રાંશુ શેઠ, ત્રીજા નંબરે મોનીલ મહેતા અને વેલડે્રસ કીડસ પ્રિન્સેસમાં પ્રથમ નંબર રાહી મણીઆર, બીજા નંબરે ક્રિશા કામદાર ત્રીજા નંબરે ધ્વની મહેતા ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
(4:28 PM IST)










