તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th October 2024
વિષ્ણુવિહાર સોસાયટીમાં છેલ્લા ૩૦ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન
કેસરીયો રાસ, ભુવા રાસ, દીવા સહિતના અવનવા રાસ નિહાળી લોકો અભિભૂત

રાજકોટઃ શહેરના યુનિવર્સિટી રોડ સ્થિત વિષ્ણુ વિહાર સોસાયટીમાં છેલ્લા ૩૦ વર્ષથી ઉજવાતી પ્રાચીન ગરબીમાં જગદંબા સ્વરૂપ નાની દીકરીઓ છેલ્લા ૧ માસથી અવિરત ગરબા પ્રેક્ટિસ અને અલગ અલગ પ્રકારના ગરબા, કેસરિયો રાસ, ભૂવા રાસ, દીવા રાસ તેમજ સ્વાગત રાસના ગરબાઓની આરાધના કરે છે. રાસ નિહાળનારા અભિભૂત થઈ જાય છે. મંડપ સર્વિસનો સંપુર્ણ સહયોગ શ્રી શિવશક્તિ મંડપ સર્વિસ વિજયસિંહ ઝાલા તરફથી પ્રાપ્ત થતો રહે છે. આજના આધુનિક યુગમાં પણ પ્રાચીન પરંપરા અનુસાર ગાયક વૃંદ દ્વારા પોતાના સુમધુર કંઠે સ્તુતિ અર્ચના તેમજ ગરબા કરવામા આવે છે. જેમાં મુખ્યત્વે જીતુભાઈ પંડ્યા, આરતીબેન ચિખલિયા, તબલા વાદક મહેશભાઈ રાઠોડ, દેવભાઈ ચિખલીયા વિનુભાઈ (રામદેવ સાઉન્ડ સિસ્ટમ), મંજીરા વાદક ભરતભાઈ દુધરેજીયા બાળાઓને ગરબે ઘુમાવે છે. સોસાયટી પ્રમુખ પ્રતિપાલસિંહ ગોહિલ , મહેન્દ્રસિંહ ચુડાસમા, શેલેષભાઈ હેડાઉ, હરપાલસિંહ ઝાલા, વિપુલભાઈ જાની, રાજભા વાઘેલા, વનરાજસિંહ ચુડાસમા, ઉપેન્દ્રસિંહ જાડેજા, અર્પિતભાઈ ઘોડા, સહદેવસિંહ ઝાલા, અક્ષય જાની, સત્યજીત ચુડાસમા, ગજેન્દ્રસિંહ જાડેજા, ઓમ હેડાઉ, યશપાલ ઝાલા, પુષ્પરાજ જાડેજા તેમજ અન્ય કાર્યકર્તાઓ સતત જહમત ઉઠાવે છે.
(4:21 PM IST)










