News of Monday, 7th October 2024
અબતક સુરભી રાસોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ સાતમા આસમાને
બાળકોથી લઇ મોટેરાઓએ વિવિધ વેશભુષા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી : મહેમાનોની ઉપસ્થિતિ

રાજકોટ : રંગીલા શહેર રાજકોટમાં નવરાત્રીની રોનક જામી ચૂકી છે ત્યારે માતાજીના ત્રીજા અને ચોથા નોરતે અબતક સુરભી રાસોત્સવમાં ખેલૈયાઓ અને કલાકારો મન મૂકીને જુમ્યા હતા. રાસોત્સવના પ્રારંભે ધર્મ સંસ્કૃતિની ઉપાસના અને આરતીથી શરૂ થયેલા રાસમાં હજારો ખેલૈયાઓ ગાયક કલાકારોના સૂર અને તાલના પાને કલાકો સુધી અવિરત રાસ રમતા રહ્યા હતા. માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના નંબર-૧ રાસોત્સવ ‘અબતક સુરભી'ના આંગણે રોજ મોંઘેરા મહેમાનોની વિશેષ ઉપસ્થતિએ રાસવીરોના ઉત્સાહમાં વધારો કરી રહી છે. નવરાત્રિ મઘ્યાહને ભારે જમાવટ થઇ રહી છે. નામી સીંગર અને વર્લ્ડ કલાસ ઓરકેસ્ટાથી માહોલ વધુ રંગીન બની રહ્યો છે.પાંચમા નોરતે ‘અબતક સુરભી' રાસોત્સવમાં માનવંતા મહેમાનોએ ઉપસ્થિત રહી સમગ્ર આયોજનને ચાર ચાંદ લગાવી દીધું હતું.
શનિવારે પાટડી ઉદાસી આશ્રમના મહંત પૂ.વૈભવબાપુ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને તેમના પુત્ર, ક્રાઇમબ્રાન્ચ પીઆઇ એમ.આર.ગોંડલીયા, શહેર ભાજપ મહામંત્રી વીરેન્દ્રસિંહ ઝાલા અને માધવ દવે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સૌરાષ્ટ્ર ઝોનના હેડ અમીન જયસ્વાલ અને તેમાં ધર્મપત્ની શીખા જયસ્વાલ, પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, ચેતન રામાણી, લાભુભાઈ ત્રિવેદી કોલેજના સંચાલક અલ્પનાબેન ત્રિવેદી, એડવોકેટ મિલનભાઈ મીઠાણી, જાણીતા બિલ્ડર કેતન સોની અને નિતેશભાઈ ડોડીયા સહિતનાઓ હાજર રહ્યા હતા.
ત્રીજા-ચોથા દિવસે પણ હૈયે હૈયું દળાય તેવી મેદની અને નાના બાળકથી લઈ યુવાનો અને મોટેરા ખેલૈયાઓએ વિવિધ વેશભૂષા અને પરંપરાગત શણગાર સાથે સુરભી રાસોત્સવની રોનક વધારી હતી. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ્સ પ્રખ્યાત બોલીવુડ ફ્રેમ કલાકારો સિક્યુરિટી બેઠક વ્યવસ્થા ખેલૈયાઓને મોકળું મેદાન અને ફૂડ ઝોન અને તપતા સુરજ જેવી રોશનીથી અબતક સુરભી ખેલૈયાઓ માટે મનગમતું સ્થળ બની રહ્યું છે. શનિ-રવિવારે અબ તક સુરભી રાસોત્સવ ખીલી ઉઠયું હતું.
‘અબતક સુરભી રાસોત્સવ'માં ખેલૈયાઓ ત્રીજા અને ચોથા નોરતે ખેલૈયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આંખના પલકારમાં ગ્રાઉન્ડમાં ખેલૈયાનો જમાવડો થઇ ગયો હતો. ગ્રાઉન્ડમાં ગરબા પ્રેમીથી છબી ઉઠયું હતું સિંગર હેમંત જોશી, વિશાલ વરૂ અને હિના હિરાણીના રંગમાં ખેલૈયાઓ રંગાય ગયા હતા. સાજિંદાઓની એક એક અદાપર લોકો ફિદા થઇ ગયા હતા. પ્રીત ગોસ્વામીના એન્કરીંગે ગરબા પ્રેમીઓ માટે ખરા અર્થમાં પ્રીત બની ગયું હતું. તેમજ ગાયકોએ ‘ડાકલા' ગાઇને ગરબા રસીકોને મોહી લીધા હતા.ખેલૈયાઓ સતત ચાર કલાક સુધી અવિરત રાસ રમી પોતાની કલા પ્રદર્શીત કરનારા ખેલૈયાને પ્રિન્સ-પ્રિન્સેસ તરીકે નવાજવામાં આવ્યા હતા
(3:55 PM IST)










