<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

કાર સસ્તામાં વેચવાના બહાને આટકોટના મુકેશભાઈ સાથે ઠગાઈ: યુનિવર્સિટી પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો

રાજકોટઃ સસ્તા ભાવે કાર ખરીદવા જતા વધુ એક ઠગાઈ થઈ છે. આટકોટ રહેતાં અને ખેતીકામ કરવા ઉપરાંત વાહન-લે-વેચનું કામ કરતાં મુકેશભાઈ કડવાભાઇ વઘાસીયા (ઉ.વ. ૪૫) સાથે મીત ચંદ્રવદન પૂજારા અને ચંદ્રવદન પૂજારા (રહે. બંને રોયલ પાર્ક, કાલાવડ રોડ) અને રીંકેશ પટેલે છેતરપીંડી કર્યાની ગાંધીગ્રામ- ૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

ફરિયાદમાં જણાવ્યું કે આરોપી રીંકેશે તેને અર્ટીગા કાર સસ્તા ભાવે વેચવાની લાલચ આપી આંગડીયા મારફતે રૂા.૩ લાખ મેળવી ચંદ્રવદનને રૂપિયા મળી ગયા છે તેમ કહ્યું હતું. આરોપી મીતે ગાડીના ટીટીઓ ફોર્મમાં સહી કરી કાર અને અસલ કાગળો સોંપ્યા બાદ કારનું પેમેન્ટ નહીં મળ્યાનું કહી કાર પરત લઇ જઈ ઠગાઈ કરી હોવાનો આરોપ મૂકાતા પીઆઇ એમ.જી.વસાવાની રાહબરીમાં પીએસઆઇ એન.કે. પંડ્યાએ તપાસ હાથ ધરી છે.

(10:16 AM IST)