<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરની ઓડિયો કલીપ મામલે આકરો ડોઝ: કર્મચારી રાજેશ શિલુને સસ્પેન્ડ કરાતા પોલીસબેડામાં ચકચાર

રાજકોટ: શહેર પોલીસ હેડ ક્વાર્ટરમાં થોડા સમય પહેલા આક્ષેપો સાથેની ચોંકાવનારી ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ આ અંગે ડીસીપી પૂજા યાદવ દ્વારા તપાસ શરૂ કરાવવામાં આવી હતી. તપાસના રિપોર્ટને અંતે હેડક્વાર્ટરના કર્મચારી એએસઆ રાજેશ શીલુને સસ્પેન્ડ કરતો હુકમ કરાતાં પોલીસબેડામાં ચકચાર જાગી છે. ઉલ્લેખનીય છે કે ઓડિયો ક્લીપમાં શાંતિથી નોકરી કરવી હોય તો મહિને ૭૫૦૦ ઉચ્ચ અધિકારીઓને આપવા પડશે તેવી વાતચીત હતી. જેમાં મહિલા પોલીસ કર્મચારી સાથે શિલુ આ વાત કરી રહ્યા હતાં. આ અંગેની ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. જેની તપાસ બાદ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયાનું જાણવા મળ્યું છે.

(10:14 AM IST)