તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th October 2024
સુખરામનગરના વેપારી જયકીશન મેતરા સાથે મોબાઈલ ફોનના સોદામાં સોહમ અને તેના પિતા દામજી ગોંડલીયાની ૨૭ લાખની ઠગાઈ: ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ: ઠગાઈની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. પુરૂષાર્થ સોસાયટી મેઈન રોડ પર સુખરામનગરમાં રહેતા અને દ્વારકેશ એન્ટરપ્રાઇઝ નામથી મોબાઈલનું હોલસેલમાં ખરીદ અને વેચાણ કરતાં જયકિશનભાઈ જેસીંગભાઈ મેતરા (ઉ.વ.૩૧) સાથે બે શખ્સોએ મોબાઈલ અને એપલના મેકબૂક મળી રૂા. ૨૭.૫૫ લાખનો માલ ખરીદી પૈસા નહીં આપ્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી વેપારી યુવાનન પોતાના ઘરે દ્વારકેશ એન્ટરપ્રાઇઝ નામથી મોબાઈલનો હોલસેલમાં ખરીદ વેચાણનો ધંધો કરે છે. દોઢેક વર્ષ પહેલા સોહમ પ્રકાશ ગોંડલીયા સાથે મોબાઈલ ફોનની ખરીદીની ઈન્કવાયરી કરીને મોબાઈલ ખરીદ વેચાણ કરવાની જયકિશનભાઈ સાથે વાતચીત કરી હતી. દરમિયાન મોબાઇલ ખરીદ તેમજ વેચાણને વ્યવહારમાં સોહમના પિતા પ્રકાશ દામજી ગોંડલીયા પણ અવારનવાર જયકિશનભાઇના ઘરે આવીને જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન લઈ જતા હતા. અગાઉના તમામ બિલ સમયસર ચૂકવીને આ પિતા પુત્ર એ જયકિશનભાઈ સાથે ગજબનો વિશ્વાસ સંપાદન કર્યા બાદ માર્ચ ૨૦૨૪થી જુન ર૦ર૪ દરમિયાન સોહમ અને તેના પિતા પ્રકાશભાઈએ જુદી જુદી કંપનીના કુલ ૭૦ મોબાઈલ આશરે રૂપિયા ૨૭ લાખ ૫૫ હજારની ખરીદી કર્યા બાદ બિલ માગતા બિલ ચૂકવવા બાબતે બંને પિતા પુત્ર ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. એક તબક્કે પૈસા નથી તેવું જણાવી થાય તે કરી લેવાનું કહ્યું હતું. જયકિશનભાઈને પોતાની સાથે રૂપિયા ૨૭ લાખ ૫૫ હજારની છેતરપિંડી થયાનું જણાતા બંને પિતા પુત્ર સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ મયુરધ્વજસિંહ એમ સરવૈયાની રાહબરીમાં પીએસઆઈ એમ.એન. વસાવાએ ગુનો દાખલ કરાવી તપાસ શરૂ કરી પિતા પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
(10:13 AM IST)










