તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૫ શનિવાર
News of Sunday, 6th October 2024
ક્રાઇમ બ્રાન્ચે શિકલીકર ગેંગ પકડી: રાજકોટ, અમરેલી, ગીર સોમનાથના ગુના ઉકેલાયા: ૬ લાખનો મુદ્દામાલ કબ્જે
ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસિયાની રાહબરીમાં પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીએસઆઈ પરમાર, પીએસઆઇ ગરચરની ટીમની કામગીરી: જલદીપસિંહ, કૃષ્ણદેવસિંહ, પ્રદીપસિંહ, જિલુભાઈની બાતમી

રાજકોટ: રાજકોટ તેમજ અમરેલી અને ગીર સોમનાથ જીલ્લામાં ત્રણ સ્થળે ચોરી કરનાર નામચીન શીકલીગર ગેંગના પાંચ શખ્સોને ક્રાઈમ બ્રાંચે બાતમીનાં આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી રૂા ૬.૧૧ લાખનો મુદામાલ કબ્જે કરી પુછપરછ શરૂ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જલદીપસિંહ વાઘેલા, કૃષ્ણદેવસિંહ ઝાલા, પ્રદીપસિંહ જાડેજા તથા જીલુભાઇ ગરચરને મળેલ સંયુકત બાતમીના આધારે મુદામાલ સાથે પાંચને પકડી લીધા હતાં.પોલીસે મનજીતસિંગ નિહાલસિંગ ટાંક (ઉ.વ.૩૬, રહે, વડોદરા, સરદારનગર), આયસિંગ દિલીપસિંગ ટાંક (ઉ.વ.૫૨) દિપકસિંગ આયસિંગ ટાંક (ઉ.વ.૩૧, રહે, બને લાઠી, અમરેલી), પુનમસિંગ ઉર્ફે જશવીરસિંગ ઉર્ફે જસ્સી જગદીશસિંગ અંદ્રેલે (ઉ.વ.૩૦, રહે, ગુ.હા. બોર્ડ, અંકલેશ્વર, ભરૂચ), અને શક્તિસિંગ ઉર્ફે પપ્પાસિંગ દિપસિંગ કલ્પની (ઉ.વ.૨૫ રહે, ગીરધરનગર, હિંમતનગર, સાંબરકાંઠા)નો સમાવેશ થાયછે. પુછપરછમાં આરોપીઓએ તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં, ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ અને અમરેલી શહેરમાં ચોરી કર્યાની કબુલાત આપી છે.
પોલીસે જણાવ્યું કે, મનજીતસિંગ ટાંક અગાઉ હાલોલ, ગૌત્રી, હરણી, મકરપુરા અને પાદરા પોલીસ મથકમાં ચોરીનાં ૯ ગુનામાં, આરોપી આયસિંગ મોડાસા અને વડોદરાનાં માંજલપુરમાં ચોરીનાં ૩ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. હાલ આરોપીઓ પાસેથી સોનાચાંદીના ઘરેણા, રોકડ, વાહન, ફોન અને ચોરી માટેના સાધનો મળી કુલ રૂા ૬.૧૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી (ક્રાઇમ) ભરત. બી. બસીયાની સૂચના અનુસાર પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ.એલ ડામોર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એન પરમાર, એ.એસ ગરચર, એએસઆઈ જલદીપસિંહ વાઘેલા, હરદેવસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા, રાજેશભાઈ જળુ, વિજયરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ચુડાસમા, ગોપાલભાઈ પાટીલ, મોહિલરાજસિંહ ગોહિલ, પ્રદિપસિંહ જાડેજા, તુલસીભાઈ ચુડાસમા, મૈસુરભાઈ કુંભારવાડીયા અને જીલુભાઈ ગરચરે આ કામગીરી કરી હતી.
(10:13 AM IST)










