<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

નવયુગપરામાં ભાજપ સદસ્‍યતાની કામગીરી વખતે કાર્યકર આદિત્‍ય મકવાણા સાથે ડખ્‍ખો

પ્રવિણ ઉર્ફ પવો મુછળીયાએ કારણ વગર ગાળો દઇ મોબાઇલ પડાવી લીધાની લેખિત રજૂઆતઃ પોલીસે પ્રવિણને છરી સાથે પકડી ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૫: સોરઠીયા પ્‍લોટ-૨/૬ના ખુણે રહેતાં આદિત્‍ય બકુલભાઇ મકવાણાએ એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં લેખિત રજૂઆત-ફરિયાદ કરી છે કે મારા માતા ભારતીબેન મકવાણા અમારા વોર્ડ નં. ૧૪ના કોર્પોરેટર છે. હાલમાં ભાજપ દ્વારા કેન્‍દ્ર સરકારમાંથી સદસ્‍યતા અભિયાન ચાલી રહ્યું હોઇ જેમાં કોઇને સભ્‍ય બનવું હોય તો ઓનલાઇન સદસ્‍ય બનાવી શકાય છે. અમે આ કામગીરી કરતાં હતાં ત્‍યારે નવયુગપરા-૪માં ધ્રુવેલ સુરેશભાઇ સોંદરવા અમારા ઘર પાસે આવતાં હુ તથા મારો મિત્ર સદસ્‍ય બનાવીર હ્યા હોઇ એ દરમિયાન પ્રવિણ ભીખાભાઇ મુછળીયા ઉર્ફ ચોટલો ત્‍યાં આવ્‍યો હતો અને અને કારણપ વગર ગાળો દઇ મારો ફોન ઝુંટવી લઇ અહિથી નીકળી જા તેમ કહી ધમકી આપી હતી.

લેખિત રજૂઆતમાં આદિત્‍ય મકવાણાએ આગળ જણાવ્‍યું છે કે આ શખ્‍સ ગાળો દઇ મારો મોબાઇલ ફોન પણ લૂંટની ભાગી ગયો હતો. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમારી રજૂઆત છે. દરમિયાન એ-ડિવીઝનના હેડકોન્‍સ. અજયભાઇ બસીયાએ પ્રવિણ ઉર્ફ પવો મુછળી ભીખુભાઇ મુછળીયા (ઉ.વ.૫૬-રહે. નવયુગવપરા-૫)ને જીલ્લા ગાર્ડન ચોક પાસેથી છરી સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:57 PM IST)