<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

મવડી-મુંજકા વર્ધમાનનગર વિસ્‍તારમાં ગંદા અને પીવાના પાણીની ફરીયાદ બનશે ભૂતકાળ

સ્‍ટેન્‍ડીંગ કમિટી બેઠકમાં અધધ ૧.૧૯ અબજના કામો મંજુર : વોર્ડ નં. ૧ માં ર૯.૭૪ કરોડના ખર્ચે ડ્રેનેજ હાઉસ કનેકશન વોર્ડ નં. ૯ માં ૧૪.૮૮ કરોડના ખર્ચે વોર્ડ નં. ૧૧માં ર૯.૦પ કરોડના ખર્ચે તથા વોર્ડ નં. ૧૮માં ૧.૪૬ કરોડના ખર્ચે ડી.આઇ. પાઇપલાઇન નંખાશે : ૪પ પૈકિ ૪૪ દરખાસ્‍તો મંજુર : શહેરના જુદા જુદા સ્‍થળોએ હોર્ડિંગ બોર્ડ પર જાહેરાતના કામમાં રીટેન્‍ડરના આદેશ

રાજકોટ, તા. પ :  રાજકોટ તા. ૫: મહાનગરપાલિકાની  આજે  મળેલ સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠકમાં   ૪૫ દરખાસ્‍ત પૈકી ૩૩ સાઈટ ઉપર ર્હોડિંગ બોર્ડની દરખાસ્‍ત કે જે ગત સ્‍ટેન્‍ડીંગમાં પેન્‍ડીંગ રાખવામાં આવેલ તે આજે પરત કરી રિટેન્‍ડર કરવા સ્‍ટેન્‍ડીંગ કરવાના આદેશ કરવામાં આવ્‍યા હતાં. ર્હોડિંગના કામોમાં લાલિયાવાડી ચાલતી હોવાની ફરિયાદો ઉઠતા તેમજ ૩૩ સાઈટ માટે ફક્‍ત ૯ એજન્‍સીમાંથી ૪ એજન્‍સી ક્‍વોલીફાઈ થતાં આ શંકાસ્‍પદ દરખાસ્‍ત પરત કરી રિટેન્‍ડર સ્‍ટેન્‍ડીંગ કમિટીએ આદેશ કર્યા હતાં. તેમજ અલગ અલગ વિકાસના કામો માટે આવેલી ૪૪ દરખાસ્‍તો મંજુરી કરી રૂા. ૧.૧૯ અબજ ના કામોના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. આજે મળેલ સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠકમાં  મુખ્‍યત્‍વે ખર્ચ, રસ્‍તાકામ, ડ્રેનેજ, પેવીંગ બ્‍લોક એન ડીઆઈ પાઈપલાઈન નાખવા માટેનો મંજુર કરવામાં આવ્‍યો હતો.

સામેકાંઠે તૈયાર થનાર લાયનસ સફારી પાર્કના તમામ કામો એક સાથે કરવાનો નિર્ણય લઈ કમિશનર વિભાગ દ્વારા અલગ અલગ કામોની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે. જેમાં પાંચ મીટરની પહોળાઈના ઈન્‍ટરનલ રોડ માટે ૩ કરોડ રૂપિયા તેમજ અન્‍ય રસ્‍તાઓ માટે ૨.૬૨ કરોડ અને  અંદાજીત ૨૦,૦૦૦ ચો.મીટરમાં એન્‍ટ્રન્‍સ પ્‍લાઝા તેમજ ટીકીટ બારી કમ એડમીન ઓફિસ, વિઝીટર વેઈટીંગ એરીયા કમ રેસ્‍ટીંગ શેડ,ચીલ્‍ડ્રન પ્‍લે એરીયા તથા લોન એન્‍ડ ગાર્ડન,ફુડ કોર્ટ, રેસ્‍ટ રૂૂમ કોમ્‍પલેક્ષ, વાહન માટેનું ર્પાકિંગ,ઇલેકટ્રીક બસ માટે ર્પાકિંગ કમ ચાર્જીંગ સ્‍ટેશન વિગેરેની જુદી જુદી વિઝીટર એમેનીટીઝ બનાવવાના કામનો સમાવેશ થાય છે.  કામે  રૂા.૧૨,૭૧ કરોડ ની રકમ માટે ટેન્‍ડર પ્રક્રિયા કરવામાં આવેલ  હતી. જે પૂર્ણ થયા બાદ દરખાસ્‍ત તૈયાર કરી સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠકમાં મુકવામાં આવી છે. જે આજરોજ મંજુર કરવામાં આવી હતી. 

મનપાની સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ કમિશનર વિભાગમાંથી અલગ અલગ કામોની ૪૫ દરખાસ્‍ત રજૂ કરવામાં આવી હતી. જે પૈકી ર્હોડિંગ બોર્ડની એક દરખાસ્‍ત પરત કરી રિટેન્‍ડર કરવાના આદેશ કરવામાં આવ્‍યા હતાં. જ્‍યારે આંગણવાડી તથા કમ્‍પાઉન્‍ડ હોલ તેમજ પેવીંગ બ્‍લોકના કામ જુદી જુદી જગ્‍યાએ વળક્ષારોપણ, ડ્રેનેજ હાઉસ, કનેક્‍શન ચેમ્‍બર બનાવવા ડીઆઈ પાઈપલાઈન નાખવા ટોઈલેટ બનાવવા, મેઈન હોલ હાઉસ કનેક્‍શન આપવા, ટીપી સ્‍કીમ અંતર્ગત સોસાયટીઓમાં રસ્‍તાઓ અને રોડ બનાવવા તથા ઝુ ખાતે મજુર સપ્‍લાય કરવા અને બીન ઉપયોગી વાહનોના સ્‍ક્રેપના વેચાણનો નિર્ણય લેવા સહિતની દરખાસ્‍ત રજૂ કરવામાં આવશે. જેનું સંકલન કર્યા બાદ સંભવત મંજુર કરાશે.

વોર્ડ નં.૦૧માં રૂ.૨૯.૭૪ કરોડના કામો  મંજુર :  ચેરમેન

મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૧માં (૧)રૂ.૧.૫૯ કરોડના ખર્ચે રામાપીર ચોક મેઇન રોડ પર રાણીમાં-રૂડીમાં ચોક થી સ્‍માર્ટ સીટી સુધી ફુટપાથ તથા સાઇડ સોલ્‍ડરમાં પેવીંગ બ્‍લોક નાખવાનુ કામ, (૨)અમળત ૨.૦ અંતર્ગત રૂ.૧૦.૪૩ કરોડના ખર્ચે

વોર્ડ નં.૧માં(એસ.પી.એસ.-૧, પાર્ટ-૧ તથા પાર્ટ-ર)-વર્ધમાનનગર ર૪.૦૦ મી. ડી.પી. રોડના ઉતર તથા દક્ષિણ તરફના ભાગમાં ડ્રેનેજ હાઉસ કનેકશન સીસ્‍ટમ તથા રોડ રીસ્‍ટોરેશન કરવાનુ કામ, (૩)રૂ.૦૨ કરોડના ખર્ચે  રૈયાધાર વિસ્‍તારમાં માધવ ચોક થી બંસીધર પાર્ક સોસાયટીનાં છેડા સુધીના ર૪.૦૦ મી. રોડને ડામર કરવાનું કામ અને (૪)રૂ.૧૫.૪૦ કરોડના ‘અમળત-ર.૦' યોજના અંતર્ગત (એસ.પી.એસ.-૦ર/૧) - જામનગર હાઇ-વે રોડનાં ઉતર તરફનાં ભાગમાં ડ્રેનેજ સીવરેજ નેટવર્ક અને રેલ્‍વે ક્રોસીંગ, રાજકોટ જામનગર હાઇ-વેમાં પાઇપ પુસીંગ તથા રોડ રીસ્‍ટોરેશનનું કામ અને (૫) રૂ.૩૧.૨૦ લાખના ખર્ચે ઇન્‍દીરાનગર આવાસ યોજના પાસે ર-આંગણવાડી તથા કમ્‍પાઉન્‍ડવોલ બનાવવાનું કામ આમ કુલ મળીને રૂ.૨૯.૭૪ કરોડના જુદા જુદા કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.

વોડ નં. ૧૧ માં કુલ રૂા. ર૯.૦પ કરોડના ખર્ચે ડી.આઇ. પાઇપ લાઇન

મહાનગર પાલીકાના વોર્ડ નં ૧૧ માં(૧) રૂા. ૭.૧૪ કરોડના ખર્ચે અમૃત ર.૦ યોજના અંતર્ગત ડી.આઇ. પાઇપ લાઇન (લેબર વર્ક) (પોકેટ-૧૦,૧૧,૧ર તથા ૧૩) તથા રોડ રીસ્‍ટોરેશન કરવાનું કામ (ર) રૂા. ૩.પઘ કરોડના ખર્ચે અમૃત ર.૦ યોજના અંતર્ગત ડી.આઇ. પાઇપ લાઇન (લેબર વર્ક) (પોકેટ-૧ તથા ર) તથા રોડ રીસ્‍ટોરેશનનું કામ (૩) રૂા.૭.પપ કરોડના ખર્ચે અમૃત ર.૦ યોજના અંતર્ગત મોટામવા તથા લક્ષ્મીઢોરા વિસ્‍તારમાં ડ્રેનેજ હાઉસ કનેકશન  ચેમ્‍બર તથા રોડ રીસ્‍ટોરેશનનું  કામ અને (૪) રૂા. ૧૦.૮ર કરોડના ખર્ચે અમૃત ર.૦ યોજના અંતર્ગત ડી.આઇ. પાઇપ લાઇન (લેબર વર્ક) (પોકેટ૩, ૪,પ,૬,૭,૮ તથા ૯ ) તથા રોડ રીસ્‍ટોરેશનનું કામ કરવાનું કામ આમ કુલ રૂા. ર૯.૦પ કરોડના કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમીટીમાં મંજુર કરવામાં આવેલ છે.

વોર્ડ નં. ૧૮માં રૂા. ૧.૪૬ કરોડના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવા

વોર્ડ નં. ૧૮ માં રૂા.૧.૪૬ કરોડના ખર્ચે નચિકેતા-સી ઋષિકેશ વિલા, નટરાજ વિગેરે સોસાયટીઓમાં ડ્રેનેજ લાઇન નાખવાનું તથા મેન હોલ હાઉસ કનેકશન ચેમ્‍બર બનાવવાનું કામ આજ રોજ સ્‍ટેન્‍ડીંગ કમીટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.

વોર્ડ નં. ૬ માં રૂા. ર.૯૬ કરોડના ખર્ચે ડી.આઇ. પાઇપ લાઇન

વોર્ડ નં. ૬ માં રૂા. ર.૯૬ કરોડના ખર્ચે શકિત હાઉસીંગ સોસાયટી રણછોડનગર અને ચંપકનગર (પાર્ટ-૩) માં ડી.આઇ. પાઇપ લાઇન (લેબર કામ) તથા રિસ્‍ટોરેશન કરવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમીટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૯ માં રૂા.૧૪.૮૮

કરોડના ખર્ચે અલગ અલગ ડાય મીટરની ડિઆઇ પાઇપ નંખાશે

શહેરના  વોર્ડ નં.૯ માં (૧) રૂા. ૪.૧૯ કરોડના ખર્ચે મુંજકા વિસ્‍તારમાં અલગ અલગ ડાય મીટરની ડીઆઇ પાઇપ નાખવાનું કામ ફેઇઝ-ર (પાર્ટ-૩) લેબર પાર્ટ તથા રોડ રીસ્‍ટોરેશન કરવાનું કામ (ર) રૂા. પ.૪૧ કરોડના ખર્ચે મુંજકા વિસ્‍તારમાં અલગ અલગ ડાય મીટરની ડીઆઇ પાઇપ નાખવાનું કામ ફેઇઝ-ર (પાર્ટ-૪) લેબર પાર્ટ તથા રોડ રીસ્‍ટોરેશન કરવાનું કામ અને (૩) રૂા.પ.ર૭ કરોડના ખર્ચે મુંજકા વિસ્‍તારમાં અલગ-અલગ ડાય મીટરની ડીઆઇ પાઇપ નાખવાનું કામ ફેઇઝ-ર (પાર્ટ-પ) લેબર પાર્ટ તથા રોડ રીસ્‍ટોરેશન કરવાનું કામ આમ કુલ મળીને રૂા.૧૪.૮૮ કરોડના કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમીટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. વિશેષમાં આ કામ થવાથી આશરે ૧૪૦૦૦ લોકોને ફાયદો થશે. (૯.ર૬)

વરસાદી ખાડાઓ ૧.૬૪ કરોડમાં પડ્‍યા

શહેરમાં ભારે વરસાદના પગલે ગેરંટી વગરના અનેક રોડ રસ્‍તાઓ તુટી ગયા હતા અને શહેરભરમાં ખાડાઓનું સામ્રાજ્‍ય છવાઈ જતાં વરસાદ બંધ થયા બાદ તુરંત ઝેડપ્રેચર કામગીરી શરૂ કરવામાં આવીહતી. સર્વેના આધારે શહેરમાં ૧૨૦૦થી વધુ મોટાખાડાઓ માટે આ મશીન મુકવામાં આવેલ અને હવે ૭૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ગયેલ હોય કમિશનર વિભાગ દ્વારા પોટહોલ્‍સ રિપેરીંગ કામ માટેના ખર્ચનું બીલ તૈયાર કરી સ્‍ટન્‍ડીંગમાં મોકલવામાં આવ્‍યું છે. જે મુજબ અત્‍યાર સુધી વરસાદી ખાડાઓ રિપેર કરવામાં રૂા. ૧.૬૪.૯૯.૬૨૮નો ખર્ચ કરવામાં આવ્‍યો છે.

મંજુર થયેલા કામોની આછેરી ઝલક

રસ્‍તા કામ ૧૨.૧૩ કરોડ,,ડ્રેનેજ કામ ૩૪.૮૬ કરોડ,,પેવીંગ બ્‍લોક ૧.૮૧ કરોડ, ડીઆઈ પાઈપલાઈન ૩૯.૩૫ કરોડ, કાર્યક્રમ ખર્ચ ૬.૩૧ લાખ, વળક્ષારોપણ ૧.૬૪ કરોડ, ઝુ, એનિમલ હોસ્‍ટેલ ૨૦.૩૭ કરોડ, ફાયર સાધનોની ખરીદી ૭.૪૧ કરોડ, સ્‍મશાન ૧૬.૪૮ લાખ, નવી આંગણવાડી ૧.૧૦ કરોડ, ફૂટપાથ ૪૭.૪૭ લાખ,ટોઈલેટ ૩૨.૨૨ લાખ કુલ ૧૧૯ કરોડ

(3:06 PM IST)