તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th October 2024
સાત કિલો ગાંજા સાથે શહેર એસઓજીએ અતિક મેતરને પકડ્યો: પીઆઇ એસ.એમ. જાડેજાની ટીમને વધુ એક સફળતા: એએસઆઈ સમીરભાઈ શેખ અને કોન્સ. રવિભાઈ ધગલની બાતમી

રાજકોટઃ શહેર એસઓજીએ વધુ એક વખત ગાંજાના જથ્થા સાથે એક શખ્સને પકડ્યો છે. શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા "SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના મળી હોઇ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસઓજી શાખાના એએસઆઈ સમીરભાઇ ઇકબાલભાઈ શેખ તથા પો.કોન્સ.રવીભાઇ વિહાભાઇ ધગલની સંયુકત બાતમી આધારે રાજકોટ ૧૫૦-ફુટ રીંગ રોડ, પાઠક સ્કુલ પાછળ, આર.એમ.સી. આવાસ યોજના કવાટર, અર્જુન પાર્ક બ્લોક નંબર-૧૦, કવાટર નંબર-૧૯૪૬ માંથી ગાંજાના જથ્થા સાથે અતીક સલીમભાઇ મેતર (ઉ.વ.૩૦)ને પકડી ૭.૧૨૦ ગ્રામ ગાંજો રૂ.૭૨૦૦નો તેમજ વજન કાંટો, મોબાઈલ ફોન, પ્લાસ્ટિકની પડીકી બનાવવાની કોથળીઓ મળી ૮૫ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ભરત બી. બસીયા તરફથી મળેલી સૂચના અંતર્ગત આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.જાડેજા તથા એ.એસ.આઇ. સમીરભાઇ શેખ, પો.હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, જીગ્નેશભાઇ અમરેલીયા, દીપકભાઇ ડાંગર, હરદેવસિંહ જાડેજા, પો.કોન્સ. કીશોરભાઈ ઘુઘલ, દિવ્યરાજસિંહ રાણા, યોગીરાજસિંહ ગોહીલ, અનોપસિંહ ઝાલા, રવીભાઈ ઘુઘલ, અરૂણભાઇ બાંભણીયા, અમીતભાઇ ટુંડીયા તથા ડ્રા.એ.એસ.આઈ. કૃષ્ણસિંહ જાડેજાએ કરી હતી.પ્રાથમીક પરીક્ષણ કરી અભિપ્રાય એફ.એસ.એલ. અધિકારી એસ.એચ.ઉપાધ્યાયએ આપ્યો હતો.
(8:24 PM IST)










