<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

‘‘ સુનહરી યાદેઃ સુરશ્રી સાંસ્‍કૃતિક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આમંત્રીતો માટે સુરીલા સંગીતનો કાર્યક્રમ

મન્ના ડે, લતા મંગેશકર, રફી સાહેબના ગીતો ગુંજશે

રાજકોટઃ  સુરશ્રી સાંસ્‍કૃતિક ચેરીટેબલ કાલે ટ્રસ્‍ટ દ્વારા કાલે તા. ૨૯ ના રવિવારે રાતે ૮-૩૦ વાગ્‍યાથી પ્રમુખ સ્‍વામી ઓડિટીરીયમ , રૈયા રોડ, ‘‘ સુનહરી યાદે'' શિર્ષક હેઠળ મન્નાડે, લતા મંગેશકર અને મહંમદ રફીના સુરીલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ સુરીલા કાર્યક્રમમાં અંબાલા (હરિયાણા) થી ફકત ૧૬ વર્ષની વયના સુરીલા ગાયક અભિજીત શર્મા, જામખંભાળિયાના વોઇસ ઓફ મન્નાડે જલ્‍પેશ માંકડ અને વડોદરાના વોઇસ ઓફ લતા-આશા અનુભા ખાદીલકર પોતાના મખમલી કંઠથી સુરીલા યાદગાર ગીતોની પ્રસ્‍તુતિ કરશે. તેમને વાદ્ય વૃંદમાં તુષાર ગોંસાઇ- કીબોર્ડ, જિમ્‍મી વ્‍યાસ અને ગિટાર ભાર્ગવ જાની તબલા, મહેશ ઢાકેચા- ઢોલક કોંગો, ફિરોઝ શેખ, ડ્રમ, હેતાર્થગોંસાઇ, તબલા પ્રકાશ વાગડીયા, સાઇડ રિધમ પર સંગત કરશે અને દર્શિત કાનાબાર અને સાથીઓ  કોરસમાં સહયોગ કરશે. કાર્યક્રમનું સંયોજન કમલ રાજપરા અને સંચાલન મનોજ નથવાણી કરશે.

આ કાર્યક્રમમાં પ્રભુદાસભાઇ પારેખ, ભરતભાઇ જોગી, એભલભાઇ જલુ વાસુભાઇ શ્‍યામભાઇ દીપકભાઇ નથવાણી દિલીપભાઇ, જેન્‍તીભાઇ અને વિપુલભાઇ સેતા તેમજ પૂ. પા. ગો. ૧૦૮ શ્રી રૂચિરકુમારજી મહોદયશ્રી ની પાવન ઉપસ્‍થિતિ રહેશે.

આમંત્રીતોને ઉપસ્‍થિત રહેવા સંસ્‍થાના પ્રેસિડેન્‍ટ કિરીટભાઇ રાજપરા મો. ૯૨૨૭૬ ૨૬૫૯૦ પ્રોજેકટ ચેરમેન પ્રભુદાસભાઇ પારેખ, પ્રોજેકટ ડાયરેકટર ભરતભાઇ જોગી, ઉપપ્રમુખ સંજયભાઇ રેહી અને સેક્રેટરી દીપકભાઇ વ્‍યાસે યાદીમાં જણાવ્‍યું છે.

(3:34 PM IST)