<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

રૈયા ગામ અને વેલનાથપરામાં પીસીબીનો દરોડોઃ દેશીદારૂ સાથે વિજય અને અરૂણ પકડાયા

દેશી દારૂ અને અન્‍ય સાધનો મળી રૂા. ૪૬ હજારનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૨૮: શહેરના બે અલગ-અલગ વિસ્‍તારમાં પીસીબી શાખાની ટીમે દરોડો પાડી રૈયા ગામ  આંબેડકરનગર ચોક પાસે ઓરડીમાં અને વેલનાથપરામાં ઓરડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા બે શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રૈયા ગામ આંબેડકર નગર ચોક પાસે એક ઓરડીમાં દેશીદારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળતા પીસીબી શાખાના ઇન્‍ચાજ પીઆઇ.એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એમ.જે. હુણ સહિતના સ્‍ટાફે દરોડો પાડી રૈયા ગામ આંબેડકરનગર ચોક પાસે ઓરડીમાંથી રૂા. ૩૬૦૦૦ ની કિંમતનો દેશી દારૂ, ૪૦૦ લીટર સાથે, ૫૦ લીટર બળેલો આથો અને ભઠ્ઠીના અન્‍ય સાધનો મળી રૂા. ૧૮૮૫૦ ના મુદામાલ સાથે વિજય  બાબુભાઇ ડાભી (ઉ.વ. ૩૯) (રહે. લાઇટ હાઉસ વીંગ નં. ૬ ફલેટ નં. ૩) ને પકડી  લીધો હતો.

જયારે બીજા દરોડામાં મોરબીરોડ વેલનાથપરા શેરી નં. ૧૫ માં ઓરડીમાંથી રૂા. ૨૭,૨૦૦ ની કિંમતના ૧૩૬ લીટર દેશીદારૂ સાથે અરૂણ વિરજીભાઇ પાથર (ઉ.વ. ૪૦) (રહે. આડો પેડક રોડ ગુલાબવાડી શેરી નં. ૧) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.એસ.આઇ.એમ. જે. હુણ પી.બી.ત્રાજીયા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ, મહિપાલસિંહ ઝાલા, હેડ.કોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રભાઇ જાડેજા, ઘનશ્‍યામસિંહ ચૌહાણ, રાહુલગીરી ગોૈસ્‍વામી, ગીરીરાજ સિંહ જાડેજા, કોન્‍સ. હિરેનભાઇ સોલંકી વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, વિજય ભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા દ્વારા કરવામાં આવી હતી.

(3:32 PM IST)