News of Saturday, 28th September 2024
મોઢવણિક મહાજન દ્વારા કાલે વેલકમ નવરાત્રી મહોત્સવઃ નિઃશુલ્ક આયોજનઃ ઇનામોની વણઝાર

રાજકોટઃ મોઢવણિક જ્ઞાતી પરિવારો માટે મોઢવણિક મહાજન રાજકોટ દ્વારા તા. ૨૯ના રવિવારે નિશુલ્ક ‘વેલકમ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪'નું એક દિવસીય આયોજન ન્યારી ડેમ રોડ ખાતે મોઢવણિક મહાજન સંચાલિત નવનિર્મિત U. V. M. C. પાર્ટી લોન્સ ખાતે સાંજના ૬ વાગ્યે થી કરવામાં આવેલ છે.
જેમાં અલગ-અલગ ૪ ગ્રુપમાં ખેલૈયાઓને પ્રીન્સ, પ્રિન્સેસ વેલડ્રેસના ઇનામો આપવા માં આવશે. ૩૦હજાર સ્કે.ફૂટ ગ્રાઉન્ડ, ૨૫૦૦૦ વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ્સ તથા નયનરમ્ય લાઇન્ટિંગ થી સુશોભિત ગ્રાઉન્ડ, આકર્ષક સેલ્ફી પોઈન્ટ સાથો સાથ ગાયક ક્લાકારો સાથેનું અધ્યતન ઓરકેસ્ટ્રા અને પધારેલ સમસ્ત જ્ઞાતિજનો માટે બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ કાર્યક્રમમાં દીપક રેડીમેઇડ હાઉસ, છાપીયા એસોશીએટ્સ, વિકાસ સ્ટવ & કુકવેર, શ્રીજી ઈલેકટ્રોવિઝન, શેઠ ટ્રેડર્સ કાં, સુનિલભાઈ વોરા, માતંગી જવેલર્સ, નિશિત ટ્રેડર્સ, ઇલેશભાઈ પારેખ દ્વારા ૨૭૦ થી વધારે અલગ અલગ કેટેગરીમા વિજેતાઓને ભેટ આપવામાં આવનાર છે.
આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે મોઢવણિક મહાજન રાજકોટ નાં પ્રમુખ ભાગ્યેશ વોરા, મેને. ટ્રસ્ટી કીરેન છાપીયા તેમજ નવરાત્રી મહોત્સવના પ્રભારી ટ્રસ્ટી કેતન પારેખનાં રાહબરી માં ટ્રસ્ટીઓ સુનિલ વોરા, અશ્વિન વડોદરિયા, નીતિન વોરા, જગદીશ વડોદરિયા, સંજય મણિયાર, ઈલેશ પારેખ, ધર્મેશ વોરા તેમજ પ્રોજેક્ટ ઇન્ચાર્જ પિયુષ પટેલ, કેતન બોઘાણી, અતુલભાઈ વોરા તેમજ વેલકમ નવરાત્રી મહોત્સવ ની પ્રોજેક્ટ ટીમનાં કમિટી મેમ્બર્સ નીતિન મણીઆર, દિપક કલ્યાણી, ડો. કમલેશ પારેખ, કેતન વોરા, જયેન્દ્રભાઈ મહેતા, ધીરૂભાઈ મહેતા, અતુલ પારેખ, ભાવિક મહેતા, છાયા વજરીયા, મીરા મહેતા, ક્રિષ્ના મણિયાર, સુનિલ બખાઈ, સંજય મહેતા, સાવન ભાડલીયા, સંદીપ પટેલ, મુકેશ પારેખ, યોગેશ પારેખ, નીતા પારેખ, યતિન ધ્રાફાણી, મિલન વોરા, રાજદીપ શાહ, જીગ્નેશ મેસ્વાણી, કાકુભાઈ મહેતા, પ્રશાંત ગાંગડિયા, વિહાન વોરા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ અંતમાં શ્રી મોઢવણિક મહાજન રાજકોટનાં મેનેજર સુરેશ રાજપુરોહિતની યાદી જણાવે છે.
(3:30 PM IST)










