તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
રિક્ષા ચોરી વેંચી નાંખી અઢી માસ પહેલા ભાગેલો મુકેશ પકડાયો
ડીસીબીના સી.એમ. ચાવડા, જે. બી. જાડેજા, ઉમેશ ચાવડાની બાતમી

રાજકોટ તા. ૨૮: રિક્ષા ચોરીના ગુનામાં અઢી મહિનાથી ફરાર મુકેશ ગોવિંદભાઇ પટ્ટણી (ઉ.વ.૩૦) નામના રિક્ષાચાલકને ક્રાઇમ બ્રાંચ્ના એએસઆઇ સી. એમ. ચાવડા, બી. જે. જાડઢજા, કોન્સ. ઉમેશભાઇ ચાવડાની બાતમી પરથી પકકડી લેવાયો છે.
મુકેશ પટગ્ટણી રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ બ્લોક નં. બી-૪૦૨ ખાતે રહે છે અને મુળ કડીના ગુડાસણનો વતની છે. ગત ૮મીએ રાતે સાડા અગિયારથી ૯મીના સવારના સાડાસાત દરમિયાન આ શખ્સે જીજે૦૩બીયુ-૪૩૧૨ નંબરની રિક્ષા રૂા. ૧,૨૦,૦૦૦ની ચોરી હતી અને વેંચી નાખી હતી હતી. આ ગુનામાં નામ ખુલતાં તે ભાગી ગયો હતો. આ શખ્સ અગાઉ ગાંધીગ્રામ અને અમરેલીમાં ચોરી, સહિતના બે ગુનામાં પકડાયો હતો. પ્ર.નગરના ચોરીના ગુનામાં ફરાર હોઇ ગ્રીનલેન્ડ ચોકડીથી પકડી લેવાયો છે. ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોડલીયા, એમ. એલ. ડામોરની સુચના અનુસાર આ કામગીરી થઇ હતી.
(3:26 PM IST)










