<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

રાજકોટ કોચીંગ એસોસીએશન દ્વારા સોમવારે વેલકમ નવરાત્રીઃ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક આયોજન

રાજકોટઃ રાજકોટ કોચિંગ એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓ માટે વેલકમ નવરાત્રિ ર૦ર૪ નિઃશુલ્‍ક આયોજન તા. ૩૦ના સોમવારે સાંજે ૭ વાગ્‍યાથી થનગનાટ રજવાડી, ધોળકીયા સ્‍કૂલ સામે, બાલાજી હોલ પાસે કરવામાં આવેલ છે. જેમાં કોચિંગ એસોસિએશનના તમામ સભ્‍યો તેમના વિદ્યાર્થીઓ, સ્‍ટાફ તથા તેમના પરિવારજનો સાથે જોડાઇ શકશે. શહેરના ઉત્તમ ઓરકેસ્‍ટ્રા ગ્રુપના તાલે ઝુમતા વિજેતા વિદ્યાર્થી ખેલૈયાઓને તેમની કલા બદલ કિંગ, કવીન, પ્રિન્‍સ, પ્રિન્‍સેસ તેમજ વેલડ્રેસ્‍ડ જેવા સાઇકલ તેમજ ટીવી સહિતના લાખેણા ઇનામો દ્વારા પરિષ્‍કૃત કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે (૭પ૭પ૮ ૩પ૩પ૦/૯૭૬૮૮ ૮૮૮૬૧). આયોજનને સફળ બનાવવા સંસ્‍થાના ચેરમેન સનતકુમાર, પ્રેસિડેન્‍ટ લખન પટેલ, વાઇસ પ્રેસિડન્‍ટ યાજ્ઞિક ટિંબડીયા, જનરલ સેક્રેટરી અનિતા જહોન, ટ્રેઝરર દર્શન સિનરોજા, વિમેન વિંગ સેક્રેટરી, પૂજા રાવલ, કો ઓર્ડિનેટર નિલેષ રાવલ, પી.આર.ઓ. જીતેન જોશી, ઇવેન્‍ટ કમિટી કન્‍વીનર ધર્મેશ સૂચક, લીગલ કમિટી કન્‍વીનર પરેશ રાવલ, એડવાઇઝરી કમિટી કન્‍વીનર ઇન્‍દ્રજીતસિંહ જાડેજા, સોશિયલ કમિટી કન્‍વીનર ભાવિક ગોહેલ અને જોઇન્‍ટ કન્‍વીનર નૈમિષ પીઠડીયા તથા ફ્રેંડસ ગ્રુપ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:53 PM IST)