<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

રીક્ષામાં મુસાફરોના મોબાઇલ સેરવી લેતા વિશાલ અને અનીલ પકડાયા

માલવીયાનગર પોલીસના કોન્‍સ મયુરદાનભાઇ ગઢવી અને કોન્‍સ જયદીપસિંહ ભટ્ટીની બાતમીઃ ચોરાઉ ચાર મોબાઇલ કબ્‍જે

રાજકોટ તા. ૨૮: રીક્ષામાં મુસાફરોને બેસાડી તેના ખીસ્‍સામાંથી મોબાઇલ સેરવી લેનારા બે શખ્‍સોને માલવીયાનગર પોલીસે ગોંડલ રોડ રાજકમલ પેટ્રોલપંપ પાસેથી ઝડપી લઇ ચાર ચોરાઉ મોબાઇલ કબ્‍જે કર્યા હતા.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર બે શખ્‍સોએ ચોરાઉ મોબાઇલ ફોન વેચવા નીકળ્‍યા  હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્‍સ મયુરદાનભાઇ બીટી અને જયદીપસિંહ ભટ્ટીને બાતમી મળતા સ્‍ટાફ સાથે ગોંડલ રોઢ પર રાજકમલ પેટ્રોલપંપ વાળી શેરી માંથી વિશાલ મહેશભાઇ રાઠોડ (ઉ.૨૬) (રહે વિશ્વનગર શેરી નં. ૪ મવડી  રોડ) અને અનીલ પ્રવિણભાઇ રાઠોડ (ઉ. ૨૮) (રહે ભગવતીપરા નદીના પટમાં ઓરડીમાં) ને  પકડી લઇ રૂા. ૩૩ હજારની કિંમતના ચાર ચોરાઉ મોબાઇલ ફોન કબ્‍જે કર્યા હતા. બંનેની પુછપરછમાં વિશાલ રીક્ષા ચલાવે છે. અને અનીલ શાકભાજીનો વેપાર કરે છે. બંનેએ મેટોડામાં રીક્ષામાં પરપ્રાંતીય મજૂરોને બેસાડી મોબાઇલ સેરવી લીધા હોવાની કબુલાત આપી હતી આ કામગીરી પી.આઇ.જે.આર.દેસાઇ ના માર્ગદર્શન હેઠળ  પી.એસ.આઇ. જે.એચ.ચાવડા, હેડ કોન્‍સ અજયભાઇ વિક્રમા, દિનેશભાઇ બગડા, હિતેષભાઇ અગ્રાવત, કોન્‍સ હરસુખભાઇ સબાડ, ભાવેશભાઇ ગઢવી, મયુરદાનભાઇ બાટી અને જયદીપસિંહ ભટ્ટી દ્વારા કરવામાં આવી હતી.

(2:52 PM IST)