News of Saturday, 28th September 2024
દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘના પ્રદેશ પ્રમુખપદે તેજસ ગોરસિયા

રાજકોટ,તા.૨૮: પં. દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘ(ભારત)ની મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિત શ્રી મઘ્યભારતી હિન્દી સાહિત્યના શિવાજી ભવન ખાતે પંડિતજીની ૧૦૮મી જન્મ જયંતી ઉજવણી સમારંભમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે રાજકોટના ડો. તેજસ ગોરસીયા ની વરણી કરવામાં આવી છે.
મધ્યપ્રદેશના ઇન્દોર શહેર ખાતે વિચાર સંઘના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રીમતી ભાવનાબેન શર્માની અધ્યક્ષા હેઠળ તેમજ અંકિત ગ્રામ સેવાધામ આશ્રમ(ઉજ્જૈન)ના સુધીરભાઈ ગોયલ (ભાયજી), રાષ્ટ્રીય કવિ પ્રો. ડો. શંભુસિંહજી મનહર, ભા.જ.પા. પ્રદેશ કાર્ય સમિતી સદસ્ય શ્રી કંચનસિંહજી તેમજ સંગઠન મંત્રી બદરી લાલ સોમાનીની ઉપસ્થિતિમાં મળેલી રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ભા.જ.પા.માં મીડિયા કન્વીનર તરીકે ફરજ નિભાવતા ડો. તેજસ ગોરસીયા ની નિમણુક કરવામાં આવી છે.તેના ફોન નં. ૬૩૫૫ ૮૬૧૪૨૯ તેમજ ૭૫૬૭૫ ૫૨૦૪૭ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
(2:52 PM IST)










