News of Saturday, 28th September 2024
કિરીટ ભીમજીયાણી દ્વારા રાજકોટથી વિરપુર પદયાત્રા : ‘જય જલારામ'ના નાદ સાથે આજે સાંજે કરશે પ્રસ્થાન
જીતુભાઇ સોમાણી ધારાસભ્ય બને એવી કિરીટભાઇ ભીમજીયાણીએ માનતા લીધી હતીઃ વિરપુર જલાબાપાના દર્શન કરી કાલના લોહાણા સમાજના સંમેલનમાં ભાગ લેશે

રાજકોટ : ચુંટણીમાં વાંકાનેરના જીતુભાઇ સોમાણી ધારાસભ્ય બને તેવી કિરીટભાઇ ભીમજીયાણીએ માનતા લીધી હતી એ પૂર્ણ કરવા તેઓ આજે સાંજે રાજકોટથી વિરપુર પગપાળા જવા રવાના થશે.
શ્રી ભીમજીયાણી જણાવે છે કે, તેઓ આજે સાંજે ૫.૩૦ થી ૬ વચ્ચે અહિંના ભીલવાસ સ્થિત શ્રી જલારામ બાપાના મંદિરે દર્શન કરી પગપાળા વીરપુર જવા રવાના થશે. તેઓ કહે છે કે જીતુભાઇ સોમાણી ધારાસભ્ય બને એવી માનતા લીધી હતી એ પૂર્ણ કરવા જઇ રહ્યો છું.
આવતીકાલે સવારે વીરપુર પહોંચી જલાબાપાના મંદિરે દર્શન કરી આ માનતા પૂર્ણ કરીશ અને કાલે જ વીરપુર ખાતે જામનગરના ઉદ્યોગપતિ અને જાણીતા લોહાણા અગ્રણી જીતુભાઇ લાલનું વિરપુર ખાતે મહાસંમેલન યોજાયેલ છે. જેમાં અંદાજે ૫૦ હજારથી વધુ રઘુવંશીઓ હાજરી આપનાર છે. જેમાં વધુને વધુ લોકોને જોડાવવા અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સદ્ગુરૂ આશ્રમ - રાજકોટના સેવક કિરીટભાઇ વી. ભીમજીયાણી (મો. ૮૧૫૪૦ ૧૮૧૮૯), પ્રકાશભાઇ ખોડા (મો. ૯૨૨૮૧ ૨૪૮૩૭), નલીનભાઇ બગડાઇ (મો. ૯૮૨૪૮ ૩૭૦૪૧) નજરે પડે છે. આ કાર્યમાં નિરવભાઇ મહેતા, હિરેનભાઇ ચતવાણી સહિતના સેવા આપી રહ્યા છે. (તસ્વીર : સંદીપ બગથરિયા)
(2:51 PM IST)










