<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

શિવાજી સેના દ્વારા કાલે માત્ર બહેનો અને દંપતિઓ માટે વિનામુલ્‍યે વેલકમ નવરાત્રી

રાજકોટઃ શિવાજી સેના અધ્‍યક્ષ વિક્રમભાઇ સોરાણીના નેતૃત્‍વ હેઠઇ શિવાજી સેના સોશ્‍યલ મીડીયા ટીમ દ્વારા તા.૨૯ રવિવારે બપોરે ૩થી૬ સુધી શીતલ પાર્ક, આર.કે. વર્લ્‍ડ ટાવર સામે, ૧૫૦ ફુટ રીંગરોડ ખાતે વેલકમ નવરાત્રીનું શાહી જાજરમાન રાસોત્‍સવનું વિનામુલ્‍યે આયોજન રાખેલ છે.

આ રાસોત્‍સવ માત્ર લેડીઝ અને કપલ પુરતુ મર્યાદિત છે. ગ્રાઉન્‍ડમાં ૫ હજાર ખેલૈયાઓ રમી શકે તેવી વ્‍યવસ્‍થા રાખેલ છે. આધુનીક સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સના સથવારે સોૈરાષ્‍ટ્ર- કાઠીયાવાડની સંસ્‍કૃતિને શોભે તેવા ભાતીગળ ગરબા સુરીલા સુરે ગુંજશે. પાસ માટે મો.૯૯૯૮૪ ૯૧૯૮૬ ઉપર સંપર્ક કરવો. પાસ ગ્રાઉન્‍ડ પરથી મળશે નહી તેમ યાદીમાં જણાવાયું છે.

તસ્‍વીરમાં મોહીતભાઇ મકવાણા, દેવાંગભાઇ કુકાવા, અરવિંદભાઇ સોરાણી, ચમનભાઇ વાંટીયા, રવિભાઇ સિધ્‍ધપુરા, કેવિનભાઇ વોરા, જેન્‍તીભાઇ ગાંભણીયા, વિજયભાઇ સાબડીયા નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:41 PM IST)