<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

સોમનાથ મહાદેવ ભોળીયા... પવનપુત્ર ચોક ખાતે ૩પ વર્ષથી થઇ રહેલ પ્રાચીન ગરબીઃ બાળાઓ દ્વારા આ વખતે પણ અવનવા રાસ પિરસાશે

રાજકોટઃ અહીંના સોરઠીયા વાડીના બગીચા પાસે પવનપુત્ર ચોક ખાતે પવનપુત્ર ગરબી મ ંડળ દ્વારા ૩પ માં વર્ષે પ્રાચીન ગરબીનું આયોજન થયું છે. ગરબીની સ્‍થાપના ૧૯૯૦ માં કરવામાં આવી છે. પ્રોજેકટ ચેરમેન શ્રીમતી રક્ષાબેન આર.બોળીયા (પુર્વ મેયર), પ્રમુખ શ્રી રઘુભાઇ બોળીયા, આયોજક શૈલેષભાઇ પાબારી, નિમંત્રક રાજુભાઇ પોપટ (રૂપમ) છે. કલાકાર, ગાયક શૈલેષભાઇ પીઠવા, નિલેષભાઇ સોરીયા, ઢોલક : રાજુભાઇ કાપડી, બેન્‍જોવાદકઃ વિજયભાઇ સોલંકી સાથે ગરબીની બાળાઓ દ્વારા ચંડમુંડ, મોગલમાંનો રાસ, ભેળીયાવાળી, હનુમાન ચાલીસા, ઓટીએફ, લાડકી, ચણીયાચોલી, ચક્કરડી-ભમરડી, સોમનાથ મહાદેવ ભોળીયા, ઉમરાવાળી રીજે, કરશન કાળા, ખમ્‍મા રે ખમ્‍મા પ્રાચીન લોકગીત  મંડળી જમાવટ કરે છે. આ વર્ષે ‘ષાીને ન્‍યાય કે ઘોર અન્‍યાય' વિશેષ હોવાનું જણાવાયું છે. તસ્‍વીરમાં રાસની તાલીમ લેતી બાળાઓ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:40 PM IST)