News of Saturday, 28th September 2024
ભક્તિનગર પોલીસની શી ટીમે સિનીયર સિટીઝનોના ખબર પુછી સંભાળ લીધી
દવા, ફ્રુટ આપ્યાઃ ભોજન માટે વ્યવસ્થા ગોઠવીઃ પીઆઇ એમ. એમ. સરવૈયાની રાહબરીમાં જાગૃતિબેન, સંજનાબેનની કામગીરી

રાજકોટઃ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનની શી ટીમના કર્મચારી જાગૃતિબેન, સંજનાબેન સહિતે આનંદનગર બગીચા નજીક ક્વાર્ટરમાં એકલા રહેતાં હોય તેવા સિનીયર સિટીઝનની મુલાકાત લઇ તેમના ખબર પુછ્યા હતાં અને તેમને દવા, ફ્રુટ સહિતની ચીજવસ્તુ આપી હતી. તેમજ કંઇપણ જરૂરીયાત હોય તો સંપર્ક કરવા માટે સમજાવ્યા હતાં. આવા છ સિનીયર સિટીઝનને ભોજન મળી રહે તે માટે ટ્રસ્ટ સાથે ગોઠવણ પણ કરાવી દીધી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પૂજા યાદવ, એસીપી આર. એસ. બારીયા, પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં આ કામગીરી થઇ હતી.
(2:40 PM IST)










