News of Saturday, 28th September 2024
વિશ્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી રાજભાષા હિન્દીનો ઉપયોગ કરતા ગર્વની અનુભૂતિ : કૃષ્ણકુમાર યાદવ
ડાક વિભાગ દ્વારા ‘હિન્દી' પખવાડા અંતર્ગત યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓનું સન્માન કરાયું

રાજકોટ તા. ૨૮ : હિન્દી લાંબા સમયથી જન-જનના પરસ્પર સંપર્કની ભાષા રહી છે, જે આપણી ઓળખનું અંગ છે. આપણને રાજભાષા હિન્દીનો ઉપયોગ કરતાં ગર્વની અનુભૂતિ પણ થવી જોઈએ. હિન્દી તેના સરળતા, સ્પષ્ટતા અને વૈજ્ઞાનિકતાના કારણે આજના સમયમાં વિશ્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે, તેમ સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડાક વિભાગ દ્વારા પરિક્ષેત્ર કાર્યાલયમાં આયોજિત ‘હિન્દી પખવાડા' સમારોહના અધ્યક્ષ સ્થાનેથી ઉચ્ચાર્યા હતાં.
આ અવસરે, પોસ્ટમાસ્ટર જનરલએ પરિક્ષેત્ર કાર્યાલય, રાજકોટ મંડલ, મુખ્ય ડાકઘર રાજકોટ અને રેલ ડાક સેવા મંડલ, રાજકોટમાં હિન્દી પખવાડા દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના ૪૨ વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતાં.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કહ્યું હતું કે ૭૫ વર્ષ પહેલા ભારતની સંવિધાન સભાએ પરંપરા, સંસ્કૃતિ, સભ્યતા અને સ્વતંત્રતાના ભાવની વહન કરનારી હિંન્દીને સંધની રાજભાષા તરીકે માન્યતા આપી હતી. આવી સ્થિતિમાં હિન્દી ભાષાના પ્રચાર અને વિકાસ માટે, આપણે તેને સરકારી કાર્યક્રમોમાં તેમજ આપણી દિનચર્યામાં સામેલ કરવી જોઈએ
પ્રવર ડાક અધિક્ષક રાજકોટ શ્રી એસ. કે. બુંકરએ જણાવ્યુ હતુ કે ડાક વિભાગ દ્વારા હિન્દી પખવાડા દરમિયાન હિન્દી શ્રુતિલેખ, હિન્દી સુલેખન, હિન્દી નિબંધ લખન, હિન્દી ટંકણ અને હિન્દી વાદ- વિવાદની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને હિન્દી પખવાડાને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું હતું.
હિન્દી પખવાડા દરમિયાન યોજાયેલ સ્પર્ધામાં ક્ષેત્રીય કાર્યાલયમાં હિન્દી શ્રુતિલેખ સ્પર્ધામાં નીતિકા કુમારી, મંગલ રામ માંગલિક, વિષ્ણુ કુમાર મીના, હિન્દી સુલેખન સ્પર્ધામાં વૈભવ એસ પંચાલ, દીપક એન સોલંકી, વિષ્ણુ કુમાર મીના, હિન્દી નિબંધ લેખન સ્પર્ધામાં વૈભવ એસ પંચાલ, વિષ્ણુ કુમાર મીના, નીતિકા કુમારી, હિન્દી ટંકણ સ્પર્ધામાં નીરજ રાજદેવ, શિવાની દવે, મૌલિક વિપાણી અને હિન્દી વાદ- વિવાદ સ્પર્ધામાં જી. વાસુદેવમૂર્તિ, મધુ મીના, ધવન સાંગાણીને ક્રમશઃ પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્કાર આપવામાં આવ્યા હતાં.
કાર્યક્રમમાં સહાયક નિર્દેશક શ્રી આર આર વિરડા, શ્રી કે એસ ઠક્કર, પ્રવર ડાકપાલ શ્રી અભિજીત સિંહ, લેખાધિકારી શ્રી જુગલ કિશોર સહિત અનેક અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા હતાં. સમારોહનું આયોજન સહાયક નિર્દેશક રાજભાષા શ્રી જે કે હિંગોરાની અને આભારવિધિ સહાયક નિર્દેશક શ્રી એમ એચ હરન દ્વારા કરવામાં આવ્યું હતું
(11:47 AM IST)










