<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

સદસ્‍યતા અભિયાન અન્‍વયે રામભાઇનો મહેસાણા પ્રવાસ

રાજકોટઃ રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયા ભાજપના સદસ્‍યતા અભિયાન અંતર્ગત મહેસાણા, બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ જિલ્લામાં લોક સંપર્ક કરી રહ્યા છે. મહેસાણાના પ્રવાસ દરમિયાન શ્રી મોકરીયાના સાથીદાર અને રાજ્‍યસભાના સાંસદ  મયંકભાઇ નાયકના જનસંપર્ક કાર્યાલય સેવાલયની મુલાકાત કરી હતી. રામભાઈએ શ્રી અંબાજી માતાજીના દર્શન કર્યા હતા તેમજ પંડિત દિન દયાળ ઉપાધ્‍યાયની જન્‍મ જયંતી નિમિત્તે પુષ્‍પવંદના કરી હતી. આ ઉપરાંત  પૂર્વ શિક્ષણ મંત્રી રમણભાઈ વોરા, ધારાસભ્‍ય વી. ડી. ઝાલા, ભાજપ સદસ્‍યતા અભિયાનના પ્રદેશ સંયોજક કે.સી.પટેલ, મહેસાણા ડેરીના અશોકભાઈ પટેલ, બનાસકાંઠાના ભાજપના મુખ્‍ય આગેવાન તથા સંયોજક અમળતભાઈ દવે, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોરની  મુલાકાત કરી હતી.  આગેવાનો સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી.  રામભાઈને  જુદા- જુદા જિલ્લાઓમાં ભાજપના સદસ્‍યતા અભિયાન માટે જવાબદારી સોંપવામાં આવી છે.

(11:15 AM IST)