News of Saturday, 28th September 2024
જાણીતા શેરબ્રોકર-વિશ્લેષક પરેશ વાઘાણી કાલે રક્તદાન શિબિર સાથે ૬૦મો જન્મદિવસ ઉજવશેઃ સીવીલના લાભાર્થે રકતદાન કેમ્પ

રાજકોટ,તા. ૨૮: શહેરના જાણીતા શેરબ્રોકર-લોહાણા અગ્રણી શેરબજાર વિશ્લષેકની પરેશ વાઘાણી પોતાના કાલે ૬૦મા જન્મદિવસ નિમિતે રકતદાન શિબિર સાથે જન્મદિવસ અંગે ઉજવણી કરશે.સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજનમાં નામી-અનામી અનેક વ્યક્તિઓનો સહકાર મળેલ છે. ખાસ કરીને મધુરમ ફેમિલી ક્લબના હોદ્દેદારો અને સભ્યો,ઉપરાંત શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સ્થાપક શ્રી વિનયભાઈ જસાણી, વાઘાણી શેર્સ & સિક્યુરિટીસ નો સ્ટાફ તેમજ પુષ્પાબેન રાઠોડ પૂજા હોબી સેન્ટરના સંચાલક નો સહકાર મળેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.તેવું જીત પરેશભાઈ વાઘાણીની અખબારી યાદીમાં જણાવાયુ છે.આ રક્તદાન શિબીરમાં આપ સર્વને પણ રકતદાન સેવાના કાર્યમાં સહભાગી બનવા આ કાર્યક્રમની વિગતો નીચે મુજબ કાલે રવિવાર, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૪ સ્થળઃ- નાગર બોર્ડિંગ, વિરાણી સ્કુલની સામે,રાજકોટ સમયઃ- સવારે ૯ થી ૨ દરમિયાન યોજાયો છે. પરેશભાઇ વાઘાણી (મો. ૯૦૯૯૦ ૫૦૬૨૦).
(10:44 AM IST)










