તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th September 2024
લોખો ભકતોના પરમપ્રિય ગુરૂ : પૂજ્ય મહંત સ્વામી મહારાજ
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ : જન્મ : તા ૧૩-૯-૧૯૩૩, (ભાદરવા વદ નોમ, સંવત ૧૯૮૯), જબલપુર, મધ્ય પ્રદેશ)

પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભગવાન શ્રી સ્વામિના રાયણની ગુણાતીત ગુરુ પરંપરાના છઠ્ઠા બ્રહ્મસ્વરૂપ છે અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી છે. વિશ્વવ્યાપી સામાજિક અને આધ્યાત્મિક સંસ્થા બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ એવા મહંત સ્વામી મહારાજ લાખો ભક્તોપ્રભાવિકોના પરમ પ્રિય ગુરુ છે, આધ્યાત્મિક માર્ગદર્શક છે, જીવનપથ પ્રદર્શક છે. તેમના નેતળત્વમાં બી. એ. પી. એસ. સંસ્થા દ્વારા વિશ્વભરમાં સંસ્કાર સિંચન, સમાજ સેવા, અને સનાતન સંસ્કળતિના સંરક્ષણ, સંવર્ધનની પ્રવળત્તિઓનું સંચાલન થઈ રહ્યું છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન છત્રછાયામાં આજે ૧૫૦૦થી પણ વધુ બી. એ. પી. એસ.મંદિરોના માધ્યમથી વિવિધ સાંસ્કળતિક, શૈક્ષણિક અને આરોગ્ય સંકુલોના નિર્માણ તેમજ અનેક સેવાકાર્યો સમાજ હિતમાં ચાલી રહ્યા છે.
૨૦ જુલાઈ, ૨૦૧૨ માં અમદાવાદમાં વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં, બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજને પોતાના આધ્યાત્મિક ઉત્તરાધિકારી ઘોષિત કર્યા. સન ૨૦૧૬ માં ૮૩ વર્ષની આયુમાં સંસ્થાના ગુરુપદ પર આરૂઢ થવાના અલ્પ સમયાવધિમાં જ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ૩૫૦થી પણ વધુ મંદિરોનું નિર્માણ થયું છે. તેમણે ૩૦૦થી પણ વધુ સુશિક્ષિત યુવાનોને ત્યાગી દીક્ષા પ્રદાન કરી તેમને આધ્યાત્મિક માર્ગે પ્રેશસ્ત કર્યા છે અને વિશ્વભરમાં શૈક્ષણિક શોધસંસ્થાઓની સ્થાપના કરી છે.
સનાતન વૈદિક સંસ્કળતિની જ્યોતને પヘમિની ધરતી પર શાશ્વત કાળ સુધી પ્રજ્વલિત રાખવાના ઉદ્દેશ્યથી મહંત સ્વામી મહારાજે રોબિન્સવિલ ન્યૂ જર્સી, અમેરિકામાં ભવ્ય અને દિવ્ય અક્ષરધામ મહામંદિરનું નિર્માણ કર્યું છે અને અબુ ધાબીમાં અભૂતપૂર્વ બી. એ. પી. એસ. હિંદુ મંદિરનું નિર્માણ કર્યું છે. આ ઉપરાંત, સિડની, જોહાનિસબર્ગ, પેરિસ અને સુરત જેવા શહેરો સહિત વિશ્વભરમાં નિર્માણાધીન સાંસ્કળતિક પરિસરોના નિર્માણ માટે તેઓ અવિરત પુરુષાર્થ તેમજ નેતળત્વ કરી રહ્યા છે.
માત્ર મંદિરોના પરિસરો જ નહીં, પરંતુ લાખો આબાલવળદ્ધ મનુષ્યોના હૃદયમાં આધ્યાત્મિકતા, નૈતિકતા, સદાચાર તેમજ નિસ્વાર્થ સેવાના મૂલ્યોનું સિંચન પણ તેઓ કરી રહ્યા છે. આ પ્રકારે ચૈતન્ય મંદિરોના નિર્માણથી મહંત સ્વામી મહારાજ સામાજિક શાંતિ, સંવાદિતા અને જનકલ્યાણની પરમ સેવા કરી રહ્યા છે.
યુક્રેનના યુદ્ધ સંકટ સમયે સ્વયંસેવકોને સેવા માટે આહ્વાન હોય કે પછી કોવિડ-૧૯ મહામારીના સમયે આંતરરાષ્ટ્રીય જનસેવા અભિયાન હોય, મહંત સ્વામી મહારાજના પ્રત્યેક ક્રિયા - કાર્યમાં કરુણા, વાત્સલ્ય, અને પરહિતકારી ભાવના નિહિત છે.
એક આંતરરાષ્ટ્રીય સંસ્થાના અધ્યક્ષ અને પરમ આદરણીય વિભૂતિ હોવા છતાં મહંત સ્વામી મહારાજ જન- જન માટે, પ્રત્યેક ભક્ત માટે પૂર્ણરૂપે સમર્પિત છે. એક એવા ગુરુ, જે પોતાના યોગમાં આવનારી પ્રત્યેક વ્યક્તિ સાથે પવિત્ર, ભાવનાત્મક સંબંધથી જોડાઈ પત્રવ્યવહાર અને ફોન માધ્યમથી હજારો મુમુક્ષુઓને શ્રદ્ધા, ભક્તિ, સાંત્વના અને પ્રેરણા પ્રદાન કરી રહ્યા છે. તેમના પાવન સાનિધ્યમાં ગરીબ-તવંગર, દેશ-વેશ, ધર્મ-જાતિ જેવા સર્વે બંધન ઓગળી જાય છે. પાછલા પાંચ દાયકાઓમાં તેમણે વિશ્વભરમાં અવિરત વિચરણ કરી લાખો ઘરો-પરિવારો, ગામો - શહેરોને પાવન કર્યા છે.
૮૭ વર્ષની વયે મહંત સ્વામી મહારાજે સ્વયં સત્સંગ દીક્ષા નામક નૂતન શાષાની રચના કરી, જેમાં ૩૧૫
શ્લોકો દ્વારા સાંપ્રતકાલીન યુગમાં સદાચારયુક્ત ઉચ્ચ આધ્યાત્મિક જીવનનું એક ઉત્તમ પથદર્શન તેમણે કર્યું
છે. આજે ૯૧ વર્ષે પણ તેઓ સેવાયજ્ઞમાં રત છે. અવિરત વિચરણ દ્વારા, પ્રત્યક્ષ જનસંપર્ક દ્વારા, પત્રો
દ્વારા, ફોન અને ચર્ચા-વિમર્શો દ્વારા .
સાધુતાના શિખર સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કાર્ય, તેમના ઉપદેશ અને તેમના નિસ્વાર્થ
પ્રેમનું રહસ્ય છે તેમની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ અને પરમ પવિત્ર જીવન. અસંખ્ય લોકોએ તેમના
સાંનિધ્યમાં પરબ્રહ્મની દિવ્ય અનુભૂતિ કરી છે
(4:31 PM IST)










