તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th September 2024
ખાદ્યતેલોમાં તેજી યથાવતઃ સીંગતેલ અને કપાસીયા તેલમાં ર૦ રૂા. વધ્યા
સીંગતેલ સિવાયના તમામ સાઇડ તેલોમાં છેલ્લા ૧પ દિ'માં ૩પ૦ રૂા.નો ઉછાળોઃ સીંગતેલમાં ૩પ રૂા. વધી ગયા

રાજકોટ તા. ર૭: ખાદ્યતેલોમાં તેજી યથાવત રહી છે. આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં ર૦ રૂા.નો ભાવ વધારો થયો હતો.
કેન્દ્ર સરકારે આયાતી ડયુટી વધાર્યા બાદ સાઇડ તેલોના ભાવો ઉંચા મથાળે પહોંચી જતા તેના પ્રત્યાઘાતરૂપે આજે સીંગતેલમાં ર૦ રૂા. વધ્યા હતા. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧૪૮૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧પ૦૦ રૂા. અને સીંગતેલ નવા ટીનના ભાવ રપ૭૦ થી ર૬ર૦ રૂા. હતા તે વધીને રપ૯૦ની ર૬૪૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ર૦ રૂા.નો ભાવ વધારો થયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ૧ર૮૦ રૂા. હતા તે વધીને ૧૩૦૦ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ર૧૬૦ થી રર૧૦ રૂા. હતા તે વધીને ર૧૮૦ થી રર૩૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
છેલ્લા ૧પ દિ'માં કપાસીયા તેલ, પામતેલ, સનફલાવર, મકાઇ તેલ તથા સરસવ તેલમાં ૩પ૦ રૂા.નો ભાવ વધારો થયો છે. જયારે સીંગતેલમાં ૩પ રૂા. વધ્યા છે.
(3:57 PM IST)










