તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th September 2024
વિશ્વ હૃદય દિવસની ઉજવણી અંતર્ગત રવિવારે એક દિવસીય યોગ શિબિરઃ જાહેર આમંત્રણ

રાજકોટઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘હૃદય રોગ નિવારણ' અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ‘વિશ્વ હૃદય દિવસ'ની ઉજવણીના ભાગ રૂપે હાર્ટએટેક અટકાવવા માટે યોગીક ઉપાયો અને જીવનશૈલીના ફેરફારો જરૂરી છે તે બાબત જાહેર જનતા સુધી પહોંચાડવા માટે આગામી રવિવારે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના અંતર્ગત હિમાલયન ધ્યાન યોગ કેન્દ્ર દ્વારા ધ્યાન સત્ર પણ આયોજિત થયેલ છે. જેમાં રાજકોટની જાહેર જનતાને આમંત્રણ અપાયું છે. તા. ૨૯ રવિવાર, સમયઃ સવારે ૬ થી ૮ સ્થળઃ ન્યુ મહાત્મા ગાંધી સોસાયટી, પ્લોટ નં.૨, શેરી નં.૧૦, શાસ્ત્રીનગર નવી અજમેરા સોસાયટી, નાના મૌવા મેઇન રોડ, રાજકોટ. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:34 PM IST)










